પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ તાલુકાનાં કોલવણા તેમજ દોરા ગામના લોકો પોતાના પરિવાર સહિત આજીવિકા રળવા પોતાનું માદરે વતન છોડી સોરાષ્ટ્ર જિલ્લાના ઉપલેટા ગામે ગયા હતા હાલ દેશમાં કોરોનાનાં કારણે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ગરીબ તેમજ મધ્યમ વર્ગનાં લોકોની રોજગારી બંધ થઇ જતાં તેઓ રોજગાર વગર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખૂટી પડતા પોતાનું ગુજરાન ચલાવવા માટે ફાફા મારી રહ્યા છે. ત્યારે આવી આ પરિસ્થિતિ વચ્ચે સૌરાષ્ટ્ર ખાતે પોતાનું ગુજરાન ચલાવવા કમાણી અર્થે ત્યાં ગયેલા આમોદ તાલુકાનાં દોરા તેમજ કોલવણા ગામના આશરે ૧૯ જેટલાં લોકો ત્યાં પોતાના નાના ૫ બાળકો સહિત ફસાઇ ગયા હતા. તેઓની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ ખૂટી પડતા તેઓને ભૂખે મરવાનો વારો આવ્યો હોય એવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
જેથી તે લોકોએ સમગ્ર મામલાની જાણ કરવા ત્યાંના સરપંચનો સંપર્ક સાધ્યો જેથી તે ગામના સરપંચએ તંત્રની મદદ લઇ તેમને ત્યાં સૌરાષ્ટ્રનાં ઉપલેટા ગામ ખાતે મેડિકલ ચેકઅપ કરી વાહન ભાડે કરી ઉપલેટા ખાતેથી અહીંયા આમોદ તાલુકામાં તેમના ગામ ખાતે તેમના લઇ ગયેલા તમામ સામાન સાથે પરત મોકલવામાં આવ્યા હતા. આમોદ આવ્યા બાદ પણ આમોદ ખાતે પોલીસ સાથે રાખી ફરીથી તેમનું આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ ચેકઅપની પ્રકિયા હાથ ધરાઇ હતી અને ત્યારબાદ તેમને હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા હતા.
સૌરાષ્ટ્ર જિલ્લાનાં ઉપલેટા ગામે આશરે ૧૯ જેટલા લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખૂટી પડતા સરપંચ દ્વારા તંત્રનાં સહારે પોતાના માદરે વતન પરત ફળ્યા.
Advertisement