Proud of Gujarat
FeaturedGujaratINDIA

સીએમઓ ઓફિસર તરીકે ઓળખ આપનાર ઠગ પકડાયો, સાયબર ક્રાઈમે કરી કાર્યવાહી

Share

સીએમઓ ઓફિસર તરીકે ઓળખ આપનાર ઠગ લવકુશ દ્વિવેદીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ઉંઝામાં પડેલી રેડમાં કાર્યવાહી ન કરવા કહ્યું હતું. આખરે ભાંડો ફૂટી જતા મૂળ સાણંદના આ સખ્સની ધરપકડ સાયબર ક્રાઈમે કરી છે.

ગુજરાતમાં એક પછી એક મહાઠગ સામે આવી રહ્યા છે. જેઓ પોતાની મોટી ઓળખ આપીને લોકોને છેતરવાનું તેમજ કામ કઢાવવા માટે આવું કરી રહ્યા છે. મહાઠગ કિરણ પટેલ સૌથી મોટું ઉદાહરણ છે જે પીએમઓ ઓફિસરની ઓળખ આપીને લોકોને ઠગતો હતો ત્યારે વધુ એક ઠગ ઝડપાયો છે, જે પોતાને સીએમઓ ઓફિસર તરીકેની ઓળખ આપતો હતો.

Advertisement

મહાઠગ મૂળ સાણંદનો લવકુશ દ્વિવેદી સીએમઓના અધિકારીઓની ઓળખ આપીને અધિકારીઓની બદલીની ભલામણ કરતો હતો. આ સમગ્ર વાતનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે જીએસટી વિભાગે ઉંઝાના વેપારીને સમન્સ આપ્યું. જે લવકુશના સબંધી હતા અને તેને સીએમઓ ઓફિસની ઓળખ આપી હતી. ઠગબાજે સોશિયલ મીડીયામાં પણ સીએઓ ઓફિસરની ઓળખ આપી હતી. જીએસટી અધિકારીની ફરીયાદના આધારે સાયબર ક્રાઈમે તેની ધરપકડ કરી છે.

એના કાકા અને તેના કાકાની પેઢીમાં જીએસટી અધિકારીએ સમન્સ પૂછપરછ માટે મોકલ્યું હતું. આ મામલે લવકુશે ફોન કરી કહ્યું હતું કે, કાર્યવાહી પૂર્ણ કરી દે જો અને સીએમઓ ઓફિસમાંથી બોલું છું તેમ કહ્યું હતુ. કાકા વિરુદ્ધ કાર્યવાહી ન થાય એટલા માટે તેને ફોન કર્યો હતો. જીએસટી અધિકારીને ફોન કરીને તેને દબાણ કર્યું હતું.


Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ૧૪ ગામોનો સમાવેશ કરતું જાહેરનામું બહાર પડયું.

ProudOfGujarat

મહેમદાવાદ પાલિકાએ વિજળી બિલ ન ભરાતાં ગામમાં રાત્રે અંધારપટ છવાયો.

ProudOfGujarat

ભરૂચ નર્મદા ચોકડી વિસ્તારમાં ઉભેલી ટ્રકને પાછળથી આવતી ટ્રકે ટક્કર મારત બે વ્યકિતઓના મોત નીપજ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!