Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

સાણંદમાં પ્રેમલગ્ન કરનારી બહેનને રહેંસી ભાઇએ બનેવીનું ઢીમ ઢાળી દીધું…

Share

 
સૌજન્ય/DB/સાણંદ: સાણંદમાં સૌથી ભરચક ગણાતા એસટી સ્ટેન્ડ વિસ્તારમાં જ બુધવારે સમી સાંજે ખૂની ખેલ જોઈ લોકો અવાચક બની ગયા હતા. પ્રેમલગ્ન કરીને સાણંદમાં મકાન ભાડે રાખીને રહેતી બહેનને ભાઇએ તેના જ ઘરમાં છરીના ઘા ઝીંક્યા હતા. બાદમાં બનેવીને પણ રહેંસી નાખી આરોપી ફરાર થઇ ગયો હતો.સમગ્ર પ્રકરણમાં એસટી સ્ટેન્ડ સામે આવેલા દલિત વાસમાં બુધવારે સમી સાંજે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા યુવતીનો ભાઈ પ્રથમ પોતાની બહેનના ઘરમાં ઘુસી બહેન તરુણાને છરીના ઘા મારી રહેંસી નાખી હતી તે જોઈ હેબતાઈ ગયેલો તેનો પતિ વિશાલ નાસી છુટી અન્ય એક ઘરમાં ઘુસી જતા ખૂની સાળાએ તેને પણ ઘરમાં ઘુસી ઉપરા ઉપરી છરીના ઘા મારી કાસળ કાઢી નાખી ફરાર થઇ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સાણંદમાં ત્રણેક માસ પહેલા જ મિત્રએ મિત્રને છરીના ઘા મારી રહેસી નાખ્યો હતો અને ત્યાર બાદ આ ડબલ મર્ડરની ઘટના બનતા શહેરમાં સોંપો પડી ગયો છે.

યુવતીનો પરિવાર મૂળ દેત્રોજના કોઈન્તીયા ગામનો
તરુણના પ્રહેલાદભાઈ ચાવડા નામનીપ્રેમલગ્ન કરનાર આ યુવતીનો પરિવાર મૂળ દેત્રોજના કોઈન્તીયા ગામનો છે પરંતુ યુવતીના પિતાની સાસરી સાણંદના છારોડી ગામે થતી હોઈ તેઓ વર્ષોથી છારોડી ગામે સ્થાયી થયા હતા જ્યાં તેમના ફળિયામાં જ રહેતા વિશાલ પરમાર જે સાણંદ જિઆઇદિસિમાં નોકરી કરતો હતો તેની સાથે આંખો મળી જતા બંન્ને એ પાંચેક માસ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા અને બંને સાણંદમાં રહેવા આવ્યા હતા.
ઘટનાસ્થળે ટોળા એકત્ર થયા
ડબલ મર્ડરની વાત વાયુ વેગે સાણંદ શહેરમાં પ્રસરતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકત્ર થયા હતા અને ૬-૩૦ બનેલી ઘટના બાદ તુરંત પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોચી સમગ્ર ઘટનાની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે પરંતુ પ્રથમ દ્રષ્ટીએ આ પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ હોવાનું સામે આવ્યું છે…

Advertisement

Share

Related posts

નવયુગ વિદ્યાલય પરિવાર તરફથી પુરગ્રસ્તઓ ને સહાય

ProudOfGujarat

સમગ્ર ભરૂચ જિલ્લો કોરોના મહામારીનાં સકંજામાં વધુ 23 દર્દી કોરોના પોઝિટિવ કુલ આંક 446 નો થયો.

ProudOfGujarat

દશા માતાની મૂર્તિનાં વિસર્જન અંગે છેલ્લી ધડીએ ભરૂચ કલેકટરે કરેલ અપીલ જાણો શું ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!