Proud of Gujarat
GujaratFeaturedINDIA

શહેરા તાલુકાના વાઘજીપુર ખાતે જળ સંચય અભિયાનનો પ્રારંભ કરાવતા મુખ્યપ્રધાન વિજય રુપાણી

Share

શહેરા તાલુકાના વાઘજીપુર ખાતે જળ સંચય અભિયાનનો પ્રારંભ કરાવતા મુખ્યપ્રધાન વિજય રુપાણી

  • શહેરા,

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ગામે જળ સંચય અભિયાન નો પ્રારંભ કરવામા આવ્યો હતો.જેમા મંત્રોચ્ચાર સાથે મૂખ્યમંત્રીએ ત્રીકમ તળાવની જમીન પર મારી પ્રારંભ કરાવ્યો હતો.અને સાથે એક હજાર જેટલા શ્રમિકોએ પણ શ્રમદાન કર્યુ હતુ. જિલ્લાના વિકાસ કામોનુ પણ લોકાપર્ણ કરવામા આવ્યુ હતુ.

Advertisement

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે સુજલામ સુફલામ જળસંચય અભિયાન ગુજરાતને પાણીદાર બનાવવાનું અભિયાન છે. આ જળસંચય અભિયાનથી ધરતી માતાની તૃષા સંતોષાશે અને જળસ્તર ઊંચા આવશે તેના થકી ગુજરાત પાણીદાર બનવા સાથે હરિયાળું બનશે અને જળક્રાંતિથી સોળેકળાએ વિકાસ ખિલશે.

આજે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ગામે શ્રમદાતાઓ સાથે શ્રમદાન કરી તળાવ ઊંડુ કરવાના કામનો પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રતિકાત્મક સાડી તેમજ શ્રમદાતોઓને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વિજયભાઇ રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાનને વ્યાપક લોક સમર્થન મળી રહયું છે તેમ જણાવતાં ઉમેર્યુ હતું કે મેન-મશીનરી અને મનીપાવરના ત્રિવેણી સંગમથી ગુજરાતે સમગ્ર દેશનું સૌથી મોટુ જળસંચયનું અભિયાન ઉપાડયું છે. જે રાષ્ટ્રને નવી દિશા ચીંધશે. આ કામગીરી માટે રાજયમાં ૪૦૦૦ જેસીબી સહિત ૧૨૦૦૦ ટ્રેકટર-ડમ્પર કામ કરી રહયા છે.
આ રાજયવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ રાજયમાં ૧૩ હજાર તળાવો ઊંડા કરવાનું કામ લોકભાગીદારીથી હાથ ધરવામાં આવ્યું છે. તેનાથી આગામી ચોમાસામાં ૧૧ હજાર લાખ ઘનફૂટ પાણીની જળસંગ્રહ ક્ષમતા વધશે અને ગુજરાતમાં દુષ્કાળ ભૂતકાળ બનશે અને ભાવિ પેઢી પર દુકાળના ઓછાયા પડશે નહીં, તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો. જળસંચય અભિયાન દરમિયાન ખોદકામ સમયે નીકળતી ફળદ્રુપ માટી (કાંપ) ખેડૂતો પોતાના ખેતરોમાં પાથરી રહયાં છે. જેથી ખેડૂતોની જમીન ફળદ્રુપ થવા સાથે પાક ઉત્પાદનમાં વધારો થશે અને ખેડૂતો સમૃધ્ધ થશે.
રાજયના વિકાસના પાયામાં પાણી છે. વિકાસને વરેલી આ રાજય સરકારે જ્ઞાતિ–જાતિ-વર્ગ-ધર્મ તેમજ પક્ષાપક્ષીથી દૂર રહી ગરીબો-વંચિતો-શોષિતો-પીડિતોના વિકાસ માટે સમગ્ર રાજયમાં સર્વગ્રાહી રીતે જળસંચય અભિયાન ઉપાડયું છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આ અવસરે પંચામૃત ડેરી દ્વારા પંચમહાલ જિલ્લામાં જળસંચયના કામો માટે રૂા.૨૧ લાખનો ચેક મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો. ભવ્યકાંત શાહે જળસંચય માટે રૂા.૧૫ લાખનો ચેક મુખ્યમંત્રીશ્રીને અર્પણ કર્યો હતો.

ધારાસભ્ય શ્રી જેઠાભાઇ ભરવાડે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પ્રેરિત રાજયવ્યાપી સુજલામ સુફલામ જળઅભિયાનને આવકારતાં જણાવ્યું હતું કે જળસંચય અભિયાન દરમિયાન શહેરા તાલુકાના ૬૫ તળાવોને ઊંડા કરવામાં આવશે. શહેરા તાલુકામાં તળાવો ઊંડા કરવાના ૨૫ કામો પૂર્ણ થયા છે. જયારે ૪૦ કામો પ્રગતિમાં છે. શહેરા તાલુકામાં આ કામગીરી માટે રૂા.૩૦ લાખનો આર્થિક સહયોગ સાંપડયો હોવાનું તેમણે ઉમેર્યુ હતું.

આ અવસરે પંચાયત રાજયમંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર, ગુજરાત રાજય મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલીયા, મણીનગર સ્વામિનારાયણ મંદિરના સંત સર્વશ્રી યોગપ્રિયદાસજી મહારાજ, પ્રેમસ્વરૂપદાસજી મહારાજ, સાંસદશ્રી પ્રભાતસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કેતુબેન દેસાઇ, ધારાસભ્યો સર્વશ્રી સી.કે.રાઉલજી, સુમનબેન ચૌહાણ, પૂર્વ ધારાસભ્યોશ્રીઓ, અગ્રણીશ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, પરાક્રમસિંહ જાડેજા, અશ્વિનભાઇ પટેલ, પદાધિકારીઓ, અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો હાજર રહયાં હતા.


Share

Related posts

એમ.કે.ઇન્સ્ટીટ્યુટ ઓફ કોમ્પ્યુટર સ્ટડીઝમાં સ્ટેટ લેવલ, આઈ.ટી કોમ્પીટીશન યોજાઈ

ProudOfGujarat

મતદારોમાં પણ જાગૃત્તિ કેળવાય તેવા પ્રયાસો માટે શ્રી નિનામાની જાહેર અપીલ રાજપીપલા સહિત જિલ્લાભરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની થયેલી ઉજવણી

ProudOfGujarat

અમદાવાદ-ક્રાઈમ બ્રાન્ચે નારોલ બ્રીજના છેડેથી બે શખ્સોને હથિયાર સાથે ઝડપાયા….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!