વિજયસિંહ સોલંકી, શહેરા
પંચમહાલ જિલ્લામાં હાલ લગ્નની સીઝન ચાલી રહી છે.ત્યારે લગ્નની મજાં સંગીત વગર ફીકી લાગે. એક સમય હતો કે બેન્ડ બાજાની બોલબાલા હતી. શહેરાના ગ્રામ્ય વિસ્તારમા રહેતા કેટલાક સમાજના લોકો આ બેન્ડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ત્યારે વધતા જતા ડી.જે. મ્યુઝિક સિસ્ટમના ચલણની સામે બેન્ડબાજા વાળાઓના વ્યવસાયને આર્થિક ફટકો પણ પડી રહ્યો છે.પણ એક બાજુ વ્યવસાય હોવાને કારણે તેને બંધ કરી દેવો પણ યોગ્ય માનતા નથી.
શહેરા તાલુકામા બેન્ડ બાજાનો વ્યવસાય કરતા પરિવારો રહે છે.હાલ લગ્નની સીઝન ચાલી રહી છે.
લગ્નમા બેન્ડની બોલબાલા હતી .ત્યારે હવે ડીજેનુ ચલણ વધ્યુ છે.તેના કારણે શહેરા તાલુકાના બેન્ડ વ્યવસાય કરનારાઓએ આર્થિક ફટકો પડી રહ્યો છે.એક સમયે લગ્નની સીઝનમા લાખ રુપિયાથી આસપાસ કમાણી કરનારા બેન્ડવાજાવાળાઓ હવે સીઝનમા ત્રીસ હજાર જેટલી કમાણી સુધી આવી ગયાછે.તેમનુ કહેવુ છે કે ડીજે આવવાથી અમારા ધંધા ઉપર લગભગ ૭૫% જેટલુ નુકશાન થઈ રહ્યુ છે.પણ હવે જમાના પ્રમાણે બધુ બદલાય છે.કેટલાક પરિવારો હજુ પણ બેન્ડબાજાને લગ્નની માટે યોગ્ય ગણાવે છે.
અમને ઓર્ડર પણ મળે છે. પણ પહેલા વર્ષોમા મળતા તેટલા નથી મળતા. તેમને પણ આવનારા સમયમા પોતાનો વ્યવસાય બંધ થવાની ભીતી વ્યક્ત કરી છે.