વિજયસિંહ સોલંકી, શહેરા, ( પંચમહાલ)
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના લાભી ગામે ગુજરાત મહીલા આયોગના અધ્યક્ષ લીલીબેન અંકોલિયાએ જળસંચય અભિયાન યોજના હેઠળ ચાલતા તળાવ ઉંડા કરવાની કામગીરી તેમજ મનરેગા હેઠળ ચાલતા કામોની મુલાકાત લઈને કામગીરીનુ નિરીક્ષણ કર્યું હતું. તેમને ગામની મહીલાઓ સાથે વાતચીત કરીને તેમની સમસ્યાઓને જાણી હતી.ગામ લોકોને તળાવો ની કામગીરી સારી થાય છે કે નહી ?અધિકારીઓ પણ કામગીરી કરે છે.? તે ગામ લોકો પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લાભી ગામની મહિલાઓએ પાણી સમસ્યાઓને લઈ તેવી રજુઆત કરી હતી.અધ્યક્ષાએ પોતાની લાભી ગામની મુલાકાત સુખદ ગણાવી હતી.અધિકારીઓ પ્રાન્ત, મામલતદાર તેમજ મહિલા અગ્રણીઓ પણ મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત સરકાર દ્વારાસુજલામ સુફલામ જળસંચય અભિયાન નો પ્રારંભ કરવામા આવ્યો છે.ત્યારે પંચમહાલમા શહેરા તાલુકામા પણ તળાવોનેં ઉંડા કરવાની કામગીરી લોકભાગીદારી તેમજ મનરેગા યોજના હેઠળ ચાલી રહી છે. આજે ગુજરાત રાજ્ય મહીલા આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલિયાએ લાભી ગામે આવેલા જુના તળાવની ઉંડા કરવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ગામના સરપંચ હરીશભાઇ બારીયા તેમજ ઉપ સરપંચ જયેશકુમાર સોલંકી, તેમજ મહીલાઓ દ્વારા તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતુ. ગામની મહીલાઓને પણ અન્ય કોઈપણ પ્રશ્નો હોય તો રજુઆત કરવા જણાવ્યું હતું. ત્યારે મહીલાઓએ ખાસ કરીને પાણીની સમસ્યાઓને વર્ણવી હતી. જોકે લીલાબેન અંકોલિયાએ તેમને આ તળાવ ઉંડા કરવાથી શુ લાભ થશે તેનો હેતુ સમજાવ્યો હતો. ત્યારબાદ તેમણે તળાવની કામગીરી નિહાળી હતી અને તેનુ કામકાજ અગે અધિકારીઓ પાસેથી પણ માહીતી મેળવી હતી ત્યારે અધિકારીઓ દ્વારા આગામી સમયમા લીંકીગ યોજનાથકીપાણી નાખવાની છે તેનો ચિતાર આપ્યો હતો. તેમણે ગામના વડીલો અને આગેવાનોને પણ આ તળાવો ઉંડા કરવાની કામગીરીથી સંતુષ્ટ છો ?તેમ સવાલો પુછીને લોક અભિપ્રાય લીધો હતો. લાભી ગામની મહીલાઓએ અધ્યક્ષા સાથે ફોટા પણ પડાવ્યા હતા.લાભી ગામના સરપંચ હરીશભાઇ બારીયાએ ગામમા મહિલા માટે ગૃહઉધોગ,તેમજ નવથી બાર ધોરણની શાળા શરુ કરવામા આવે તેવી લેખીત આવેદનપત્ર મહિલા અધ્યક્ષને આપી કરી હતી.
આ મુલાકાતમા પ્રાન્ત, તાલુકાવિકાસ અધિકારી,આઈસીડીએસ શાખાના અધિકારીઓ મહિલા આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.