શહેરા
બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની શહેરા શાખામાં નાણા ન મળતા ખાતેદારોને ભારે મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો હતો.સવારથી બેંક ખુલતા પહેલા ખાતેદારો પૈસા લેવા માટે બેસી રહેતા હોય છે.ત્યારે બેંકના અંદર કેસિયર કેબીન બહાર પણ નો કેશનુ બોર્ડ લગાવી દીધુ હતુ.ભર ગરમીમાં કેશ ન મળતા ભારે મૂશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો હતો.
જોકે બપોર પછી કેશ આવતા નાણા મળ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર શહેરા નગરમાં મુખ્ય હાઇવે રોડ પર જ બરોડા ગુજરાત ગ્રામીણ બેંક આવેલી છે. આ બેંકમા મોટા ભાગના ખાતેદારો ગ્રામીણ વિસ્તારના લોકોના છે.જેમા ખેડુતો પશુપાલન તેમજ દુધના વ્યવસાય કરીને પોતાની આર્થિક બચત આ ગ્રામીણ બેંકમા કરતા હોય છે.હાલ શહેરા પંથકમાં લગ્નની સીઝન તેની ચરમસીમાએ છે.અને લગ્નમાં મોટા પ્રમાણમાં કપડા વાસણ સહિતના કન્યાદાન,મામેરા કરવા માટે મોટી રકમની જરુર પડતી હોય છે.પણ આ ગ્રામીણ બેંકમા
કેશ નથી તેવુ બેંક સત્તાવાળાઓએ ખાતેદારોને જણાવ્યું હતુ.તેના કારણે નાણાં લેવા માટે આવેલા ખાતેદારો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
અને કેટલાક ખાતેદારોને તો મોડા મોડા પણ પેસા મળશે એ આશાએ બેંકની બહાર બેસી રહ્યા હતા. ગ્રામીણ બેંકમાં પેસા લેવા આવનાર ઉર્મિલાબેને પ્રતિનીધી સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ” કે હુ બેંકમા આવી છુ.આજે મારા કુંટુબમા એક દીકરીના લગ્ન હોવાના કારણે મારે કન્યાદાન લેવાનુ હોવાને કારણે પેસા બેંકમાથી લેવાના છે.પણ બેંક કેસીયર કેબીનની બહાર કેશ નથી તેવુ બોર્ડ લગાડવામા આવ્યુ છે. અને કેશ આવશે તે પુછતા પણ બેંક સત્તાવાળાઓ આજે પણ નક્કી નથી તેમ જવાબ આપે છે.લગ્નગાળો ચાલી રહ્યો છે.ત્યારે બેંક સત્તાવાળાઓએ કેશ રાખવી જોઇએ જેથી ખાતેદારોને તકલીફ ના પડે.જો કે કેટલાક વૃધ્ધ ખાતેદારો પણ નાણા ન મળતા અટવાયા હતા.અને ખાતેદારોને ઉછીના નાણા લેવાનો વખત આવ્યો હતો. જોકે બપોર પછી બેંકમા કેશ આવી હોવાની માહીતી પ્રાપ્ત થઈ હતી.ખાતેદારોને હાશકારો થયો હતો,