શહેરા, રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લાના શહેરાનગરમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અને જાનથી મારી નાખવાની ધાકધમકીઓથી ત્રાસી જઈ એક નિવૃત શિક્ષક સૂસાઇડ નોટ લખીને ચાલ્યા જતા પરિવારજનો ચિંતામા મુકાયા છે.આ નિવૃત શિક્ષકે વ્યાજેલીધેલા પૈસા ચુકવી દીધા હોવા છતા વ્યાજખોરો ઉઘરાણી કરતા શિક્ષક સૂસાઇડ નોટ લખીને ચાલ્યા ગયા છે.હાલ તો શિક્ષકના પૂત્રને શહેરા પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી વ્યાજખોર અને તેના પરિવારના સભ્યો મળી કુલ આઠ જણા સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.શહેરાનગરમાં પણ આ બનાવને લઇ
ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર શહેરા પોલીસ મથકે ગાયત્રી સોસાયટીમાં રહેતા પંકજભાઇ પ્રજાપતિએ આપેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર પોતે ઝેરોક્ષની દુકાન શહેરામા ચલાવે છે,તેમના પિતા ભીખાભાઇ પ્રજાપતિ મેડીકલ સ્ટોરમાં બેસીને તેનુ સંચાલન કરતા હતા. શહેરા બજારમાં રહેતા જસવંતભાઇ કાળુભાઇ મોતીયાણી, અને તેના પરિવારજનો રામચંદ ચેલારામ મોતીયાણી, પોહુ ચેલારામ મોતીયાણી,ભોજુ ચેલારામ મોતીયાણી,વ્યાજના પૈસા આપી ધંધો કરતા હોઈ બે ટકાના વ્યાજે ૧૫ લાખ રુપિયા પંકજભાઇના પિતા ભીખાભાઈ લીધા હતા.જે નોકરીમાંથી નિવૃત થતા ચુકવી દીધા હતા.
તેમ છતાય આ ચારેય એકલ દોકલ આવીને દસ ટકા વ્યાજે પૈસા આપેલા છતાં વ્યાજના અને પેન્લટીના પૈસા નીકળે છે.તેમ કહીને ધાકધમકીઓ આપતા હતા.તા ૧૮-૧૧-૨૦૧૮ના રોજ જસવંતભાઈ મોતિયાણી દ્રારા પંકજને ફોન કરી વ્યાજે લીધેલા પૈસા અંગે જણાવેલુ જોકે પંકજે પૈસા ચુકવી દીધાનુ જણાવ્યુ હતુ .છતા જસવંતભાઇ મોતીયાણીનો પુત્ર
બંટી પંકજના ઘરે પહોચી પિતા ભીખાભાઈ
તથા તેમની માતા સાથે મારમારી બોલાચાલી કરી ઘરમાથી કાઢી મુકવાની બૂકણીઓ કરતા હતા.જોકે આ બાબતે એક અગ્રણીની મધ્યસ્થીની મામલો હાલ પુરતો શાંત પાડયો હતો.પંકજના પિતા ભીખાભાઈ પોતે પુત્ર પંકજ અને તેના પરિવારને જણાવ્યુ હતુ કે જસવંત મોતીયાણી,તેના કુંટુબજનો
વ્યાજે લીધેલા પૈસા માંગે છે.હુ ક્યાથી લાવુ ?! તેમ કહી નિરાશામાં ગરકાવ થયા હતા.જોકે પંકજ સહિતના તેમના પરિવારના સભ્યોએ આશ્વાન આપ્યુ હતુ. અને ત્યારબાદ રાત્રીએ સૌ સુઇ ગયા હતા જેમાં સવારે ભીખાભાઈ પથારીમાં ન જોવા મળતા ચિંતામાં ગરકાવ થઇ ગયા હતા.તેમના મોબાઇલ નંબર પર ફોન કરવામા આવતા ફોન બંધ આવતો હતો.તેમના ઓશિકા નીચેથી એક ચિઠ્ઠી લખેલી મળી આવી હતી.જેમા (૧) રામચંદ ચેલારામ મોતીયાણી, (૨)પોહુ ચેલારામ મોતીયાણી,(૩)ભોજુ ચેલારામ મોતીયાણી(૪) જસવંત કાળુભાઇ મોતિયાણી(૫) ચિરાગ જશુભાઇ મોતિયાણી(૬) અંકિત જગુભાઈ મોતિયાણી(૭)
પ્રકાશભાઈ મોટુમલ ઉર્ફ પ્રકાશ ગેરેજવાળા તમામ રહે , શહેરા વ્યાજે લીધેલા પૈસા આપી દીધા હોવા છતા હેરાનગીતી કરી ભીખાભાઈને માર મારવાની તથા ઘર પચાવી પાડવાની ધમકી આપી હતી.વ્યાજે લીધેલા પૈસા ચુકવી દીધા હોવા છતા પૈસાની માગણી કરતાં મનમાં લાગી આવતા ઘર છોડી જતા રહ્યા હતા.હાલ તો ભીખાભાઈ ઘર છોડીને ચાલ્યા જતા પરિવારજનોમાં ગમનો માહોલ છવાયો છે.શહેરા પોલીસે આ વ્યાજે નાણા આપનાર અને તેના સંબધીઓ સામે ફરિયાદ નોધી કાયદેસરની તપાસ હાથ ધરીછે.