શહેરા, રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લામાં નવરાત્રીનો પર્વ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે.શહેરાના લાભી ખાતે પંચમહાલના ગફુલીટીમલીના જાણીતા ( પી.પી.બારીયા)એ રમઝટ બોલાવી હતી.
પંચમહાલ જીલ્લામા નવરાત્રી પર્વનો રંગ ધીમે ધીમે જામી રહ્યો છે જીલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ ધીમે ધીમે ગરબાની રમઝટ જામી રહી છે.ગ્રામીણ વિસ્તારોમાં પણ રાશ ગરબાની રમઝટ ધીમેધીમે જામી રહી છે.હવે તો ગ્રામીણ વિસ્તારમા પણ નવરાત્રીનુ ભવ્ય આયોજન કરવામા આવે છે.લાભી ખાતે બહુચરાજી યુવક મંડળ દ્રારા નવરાત્રી મહોત્સવનુ આયોજન કરવામા આવ્યુ છે.જેમા સોમવારની રાતે ટીમલી-ગફુલી નૃત્યના સૂપર સ્ટાર પી.પી.બારીયાએ ગરબા રાસની રમઝટ બોલાવી હતી.જેમા લાભી જ નહી પણ આસપાસના ગામોમાથી મોટી સંખ્યામા ઉમટી પડ્યા હતા.પી.પી.બારીયાગફુલી ટીમલી ગીતો માટે પંચમહાલમા જાણીતા છે.તેઓ ફિલ્મોમા પણ કામ કરી ચુક્યા છે.પંચમહાલમા જાણિતા સ્થાનિક કલાકારો રાસગરબાના ગીતોના સંગે ગરબાપ્રેમીઓને ડોલાવી રહ્યા છે.