ગોધરા રાજુ સોલંકી
પોલીસ સૂત્રો માથી મળતી માહિતી અનુસાર
શહેરાના અનિયાદ ચોકડી પાસે આવેલ ઢોલીવાસ ખાતે બંધ બારણે દેશી દારૂનો ધંધો કરે છે તેવી બાતમી શહેરા પોલીસ ને ખાનગી રાહે મળી હતી જેથી શહેરા પોલીસ બાતમી આધારે અનિયાદ ચોકડી પાસે આવેલ ઢોલીવાસ ખાતે રેડ કરવા ગયા હતા ત્યારે દેશી દારૂનો ધંધો કરનાર બુટલેગર જોરજોર થી બૂમો પાડી કહેવા લાગ્યો કે આપણા વિસ્તારમાં પોલીસ રેડ કરવા માટે આવે છે તેથી ઢોલીસમાજ ના લોકો એ વીસ થી પચીસ જણની ગેરકાયદેસર મંડળી રચી પોલીસ પર હુમલો કર્યો હતો પોલીસ એ વીસ થી પચીસ જણની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ બનાવ સંદર્ભે શહેરા પોલીસ ના અ.હે.કો પ્રકાશ કુમાર અરવિંદસિંહ પોતાની પોલીસ ફરિયાદ જણાવેલ કે તેમના સાથી પોલીસ સ્ટાફના મિત્રો નવરાત્રિ દરમિયાન પેટ્રોલીંગ કરવા માટે નીકળ્યા હતા ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે અનિયાદ ચોકડી પાસે આવેલ ઢોલીવાસ વિસ્તારમાં દેશી દારૂનું બંધ બારણે ધંધો ચાલે છે જેથી બાતમી આધારે પોલીસે રેડ કરી ત્યારે હિતેશભાઇ ભાઈલાલ ભાઈ ઢોલી જોરજોર થી બૂમો પાડી કહેવા લાગ્યા કે આપણા વિસ્તારમાં પોલીસ રેડ કરવા આવી છે તેથી ઢોલી સમાજના વીસ થી પચીસ જણની ગેરકાયદેસર મંડળી રચી પોલીસ ઉપર હુમલો કરી પથ્થર મારો કર્યો હતો પોલીસે 1.હિતેશભાઇ ભાઈલાલ ભાઈ ઢોલી 2. સંજય ઉર્ફે કાબરીયા રમનભાઈ ઢોલી 3. અતુલભાઈ જેન્તીભાઈ ઢોલી 4. સંજયકુમાર મોહનભાઈ ઢોલી તમામ રહે. ઢોલીવાસ શહેરા 5. સોમાભાઈ જીવાભાઈ નાયક 6. વિશાલકુમાર સોમાભાઈ નાયક રહે. શિયાલ તા. કડાણા જિ. મહિસાગર તથા બીજા વીસ થી પચીસ જેટલા સ્ત્રી તથા પુરુષ વિરૂધ્ધ ફરિયાદ નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે