શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરાનગરમા આવેલા વ્યાસવાડા વિસ્તારમા એક જુગારધામ ઉપર પોલીસ દ્વારા દરોડા પાડવામા આવ્યા હતા. જેમા નવ જેટલા જુગાર રમનારા ઈસમોની અટક કરીને રુપિયા ૪,૬૨,૫૫૦ રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે
પંચમહાલ જીલ્લાના શહેરા પોલીસ સ્ટેશનના I /C પીઆઈ આર.આર. દેસાઈને બાતમી મળી હતી કે શહેરા નગરમાંઆવેલા વ્યાસવાડા વિસ્તારના એક રહેણાક મકાનમાં જુગારધામ ચાલી રહ્યુ છે.આથી શહેરા પોલીસના પી.એસ.આઇ એલ.એ .પરમાર, તથા પી.એસ.આઈ એન.આર.રાઠોડ તેમજ અન્ય પોલીસકર્મીઓની બાહોશ ટીમે સાથે છાપો માર્યો હતો. અને પોલીસની રેડ જોઈને જુગાર રમનારા ઈસમોમા ભયનુ લખલખુ પસાર થઈ ગયુ હતુ.અને તેમની ભાગવાની કોશિષ નિષ્ફળ ગઈ હતી.સ્થળ પરથી
(૧)ભાવેશ રમણલાલ સોની,
રહે , મેઈન બજાર શહેરા.
(૨) દેવેન્દ્રસિંહ ફતેસિંહ રાઉલજી,
રહે માલીવાડા ફળીયા શહેરા,
(૩)નારાયણભાઈ સૂભાષચંદ્ર સોની
રહે ગણેશ ચોક,શહેરા
(૪)ભાવેશ મનોરભાઈ રામચંદાણી
રહે સીંધી બજાર શહેરા,
(૫)જયેશ કુમાર ભગવાનદાસ ત્રિલોકચંદાણી,
રહે સીધી બંજાર શહેરા,
(૬) કમલેશ કુમાર નટવરલાલ શાહ,
રહે વ્યાસવાડા શહેરા
(૭)મયૂરભાઇ ગોપાલ ભાઈ શાહ,
રહે,વ્યાસવાડા શહેરા,
(૮)દેવાંગ ભાઈ દીલીપભાઈ પાઠક
રહે વ્યાસવાડા શહેરા
(૯)ધનસુખભાઈ દાનાભાઈ પટેલ
રહે મરુડેશ્વર રોડ શહેરા,વિરુધ્ધ ગુનો જુગારધારા કલમ હેઠળ ગુનો નોધી પોલીસે રોકડ રકમ મોબાઈલ સહીત ૪,૬૨,૫૫૦ લાખ રુપિયાનો મુ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.
અત્રે નોધનીય છેકે શ્રાવણ મહીનામાં પહેલીવાર શહેરા નગરમાં જુગારધામ પોલીસે પકડી પાડતા શહેરાના નગરજનો દ્વારા શહેરા પોલીસની કામગીરીને વખાણવાની લોકચર્ચા નગરમા થઇ રહી છે. કારણ કે જુગારની બદી પરિવાર અને સમાજને પણ નુકશાન કરે છે. તેની સોબતમા પડેલો માણસ આર્થિક રીતે બરબાદ તેમજ પાયમાલ પણ થઈ જાય છે.