શહેરા
પંચમહાલ જીલ્લામા શિવસેનાએ સ્વચ્છતા અભિયાનની શરુઆત કરી છે.પંચમહાલ જીલ્લા શિવસેના દ્રારા શહેરા તાલુકાના સંભાલી ગામના તળાવની આસપાસ સાફસફાઇ કરી સ્વચ્છતા અભિયાનની શરુઆત કરી હતી અને આગામી સમયમા પંચમહાલના ગામેગામ આવા સફાઇ અભિયાનો યોજવાની જાહેરાત કરી હતી
પંચમહાલ જીલ્લામા સ્વચ્છતા પ્રત્યે હવે શિવસેના પણ જાગૃત બન્યુ છે તેમ લાગી રહ્યુ છે.શહેરા તાલુકા ના સંભાલી ગામે પ્રાથમિક શાળાની બાજુ મા તળાવની આસપાસ ગંદકી વ્યાપી ગઈ હતી આથી શિવસેના પ્રમૂખલાલાભાઇ ગઢવીએ પોતાના કાર્યકરો સાથે પહોચ્યા હતા. અને સાફસફાઇ
અભિયાન હાથ ધર્યુ હતુ.ત્યારબાદ સંભાલી ગામના લોકોને સ્વચ્છતા રાખવાથી થતા ફાયદા પણ સમજાવ્યા હતા
Advertisement