Proud of Gujarat
GujaratFeaturedINDIA

મંગલિયાણા ગામે કુવામાથી યુવાનની લાશ મળી આવતા ચકચાર

Share

શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના મંગલિયાણા ગામે રહેતા યુવાનની  કુવામાથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.શહેરા પોલીસે આ અંગે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર મંગલિયાણા ગામે રહેતા અનોપભાઇ પટેલ ખેતીકામ કરીને પોતાના પરીવાર સાથે ગુજરાન ચલાવે છે,તા૨૧-૭-૧૮ના રોજરાત્રે  તેમના ભાઈ સામંતભાઈ ગામમા ભજનમાં જવા નીકળ્યા હતા.
પછી સવાર સુધી ઘરે ન આવતા અનોપભાઈ કામકાજ માટે જતા રહ્યા હશે એમ માનીને તેમની શોધખોળ કરી નહી.આજે સવારે ગામના એક યુવાને ફોન કરીને કુવામા સામંતભાઇની લાશ પડી હોવાનુ જણાવ્યુ હતુ.આથી અનોપભાઈ અને તેમના પરીવારના સભ્યો સાથે કુવા પાસે પહોચ્યા હતા.શહેરા પોલીસને જાણ કરતા પોલીસે આવી સામંતભાઈની લાશ બહાર કાઢી હતી અને પોસ્ટમોર્ટમ માટે શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી.મૃતકના ભાઇએ અકસ્માતે પડી જવાની ભીતી વ્યકત કરી છે.શહેરા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરીછે.

Advertisement

Share

Related posts

વલણ હોસ્પિટલમાં કોવિડ-૧૯ સેન્ટર તથા આઈશોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યા.

ProudOfGujarat

મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે વાવ દુર્ઘટનામાં 35 નાં મોત, મુખ્યમંત્રીના તપાસના આદેશ

ProudOfGujarat

ભરૂચ : ગાંજાનો જથ્થો ઝડપી પાડતી એસ.ઓ.જી. પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!