શહેરા
પંચમહાલ જીલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતા નદી,તળાવો તેમજ જળાશયોમા સારી એવી આવક થવા પામી છે.હજી તો શ્રાવણની શ્રીકાર બાકીછે.ત્યારે અષાઢે ધમધોકાર બોલાવીછે. શહેરાતાલુકાનો ગ્રામ્ય વિસ્તાર આમતો ખેતી પર આધારિત છે.વિસ્તારના પુર્વ પટ્ટીમા વરસાદી પાણી પર જ આધાર રાખવો પડે છે.અહી ચોમાસાની સિઝનમા મકાઇ અને ડાંગરનો પાક પકવામા આવે છે.જેમા ડાંગર મૂખ્ય પાક કહી શકાય.ખુલ્લા પાળાવાળા ખેતરોમા બરાબર પાણી ભરાય ત્યારે
ખેડુતો તેમા ડાંગરની રોપણી શરુ કરેછે.હાલ તો ખેડુતો વિવિધ ડાંગરની જાતોના બિયારણ આવી ગયા છે,જેમા સારુ ઉત્પાદન મળતુ હોય છે,હાલ શહેરા પંથકમા શ્રીકાર વર્ષા થતા ખેડુતો ખુશખુશાલ છે.પાનમડેમ પાસે આવેલા કોઠા ગામમા એક ખેતર
મા ખેડૂત પરિવારના સભ્યો ડાંગરની રોપણી સાથે કરતા હોય છે.
Advertisement