વિજયસિંહ સોલંકી, શહેરા
શહેરા તાલુકામાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન યોજનાનો આવતીકાલ
૧ મે થી ગુજરાતમાં પ્રારંભ થનાર છે તે પુર્વે તાલુકાના લાભી ગામે આવેલા જુના તળાવ ખાતે જેસીબી મશીન,ટ્રેકટર દ્વારા ધારાસભ્ય અને પ્રાન્ત, મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી સહીતના અન્ય કચેરીના અધિકારીની ઉપસ્થિતીમાં તળાવ ઉંડા કરવાની કામગીરીનુ ડેમોસ્ટ્રેશન હાથ ધરાયુ હતું.
શહેરા તાલુકામાં સુજલામ સુફલામ જળ અભિયાન યોજના હેઠળ તળાવો ઉંડા કરવાની કામગીરી મગંળવારના રોજથી પ્રારંભ થનાર છે. જ્યારે તાલુકાના લાભી ગામ ખાતે આવેલા જુના તળાવ કે જે હાલ પાણી વગર સુકુભઠ્ઠ જોવા મળી રહ્યું છે.ત્યા તંત્ર દ્વારા તળાવ ઉંડા કરવાનું ડેમોસ્ટ્રેશન હાથ ધરવામા આવ્યું હતું. અને મોટી સંખ્યામા ગ્રામજનોની ઉપસ્થિતીમાં તેમજ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હસ્તે શ્રીફળ વધેરીને તેનો પ્રારંભ કરવામા આવ્યો હતો. સોળ જેટલા જેસીબીથી તળાવો ઉંડા કરવાની કામગીરી ચાલી હતી. અને ટ્રેકટરમા માટી ભરવામા આવી હતી.
ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે આ બાબતે જણાવ્યું હતું “આવતીકાલથી સુજલામ સુફલામ જળ સંચય યોજના મારફતે ગુજરાત સરકારે તળાવો ચેકડેમો ઉંડા કરવાની જે યોજના બનાવી છે. પ્રાંરભ થઈ રહ્યો છે.ત્યારે શહેરાના લાભી ગામે ડેમોના ભાગ રુપે એક શરુઆત થાય.કામ કેવી રીતે થાય ?કામ સેટએપ થાય.જેથી સરળતા રહે. ૩૦ દિવસોનામા કામ પુરૂ કરવાનું છે. શહેરા તાલુકામા જે ચેકડેમો અને તળાવો ઉંડા કરવાના છે. સરકાર તરફથી યોજનાઓ છે જે એનજીઓ મારફતે કરવાની છે. પણ શહેરા તાલુકામા એવી કોઈ એનજીઓ નથી કે જે ફંડફાળો આપી શકે પણ ગામના સરપંચ, તાલુકાના ડેલિગેટ,પ્રતિનિધીઓ બધાના સહયોગથી, અધિકારીઓનાસહયોગથી અધિકારીઓ જે કામ કર્યું છે.તે અભિનંદનને પાત્ર છે જે પાણીની તંગી છે ગુજરાતનેલઈનેદરેક તાલુકાઓને લઈને પાણીની મુશકેલીઓ પડી રહી છે. આ યોજના ખુબ સારો આશય છે. સારા આશય સાથે શરુઆત કરી છે.આ વખતે વરસાદ થશે તળાવો ઉડા થશે પાણીનો સગ્રંહ થશે, હેન્ડ પંપો અને કુવાઓ રિચાર્જ થશે. પાણીના સ્તર ઉંચા આવશે. પાણીનો પ્રશ્ન વ્યકિતગત પ્રશ્ન નથી. સમાજનો પ્રશ્ન છે. તળાવો ઉંડા કરવાથી પાણીથી ભરેલું રહેશે.અને પાણીના સ્તર ઉચા રહેશે.અનેપીવાના પાણી માટે અને પશુઓને પાણી માટે તકલીફ નહી પડી શકે.”
આ ડેમોસ્ટ્રેશનની કામગીરી હાથ ધરવામા આવી હતી જેમા પ્રાન્ત અધિકારી ડી.એમ.દેસાઈ, મામલતદાર જી.એમ,વણઝારા, તાલુકા વિકાસ અધિકારી ડી.આર. ચૌહાણ અને પાનમ સિંચાઈ વિભાગના અધિકારીઓ સહીત અન્ય કચેરીઓના અધિકારીઓ સાથે આજુબાજુના ગામના સરપંચો સહીત ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.