શહેરા,
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ધમાઇ ગામે એક એસટી બસ ચાલકે પુરપાટે અને ગફલત ભરી રીતે હંકારતા એક રીક્ષાને અડફેટે લેતા ખુરદો બોલી ગયો હતો,રિક્ષાચાલકનુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયુ હતુ.
અને બસ એક સાઇડ ખેતરમા નમી પડી હતી બસમા બેઠેલા ત્રણ મૂસાફરોને ઇજા થયા હોવાનુ જાણવા મળ્યુ છે.અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે.અકસ્માત કર્યાબાદ એસટી બસનો ચાલક ફરાર થઇ ગયો હતો. આ અંગે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોધાતાવધુ તપાસ હાથ ધરી છે.
પંચમહાલના શહેરા તાલુકાના ધમાઇ ગામે ટેકરા પાસે શહેરા બોરીયાવી લોકલ એસટી બસ(જીજે.૧૮વાય ૮૬૧૮)ના ચાલકે ગફલત ભરી રીતે હંકારતા પાદરડી ગામે રહેતા અરવિંદ પટેલ જે રીક્ષા ચલાવીને જતા હતા.તેમને અડફેટે લેતા રિક્ષાનો ખુરદો બોલી ગયો હતો.અને અરવિંદભાઇનુ ઘટના સ્થળે મોત થયુ હતુ.અકસ્માત કર્યા બાદ એસટી બસનો ચાલક ત્યાથી ફરાર થઇ જવા પામ્યો હતો.બસમા બેઠેલા મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોચતા નજીકના દવાખાને ખસેડવામા આવ્યા હતા.
ઘટના સ્થળે લોકટોળા ઉમટ્યા હતાઆ અંગે મૃતકના ભાઇએ એસટી બસના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોધાવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.