શહેરા,
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની લાભી ગામે આવેલી મુખ્ય પ્રાથમિક શાળામા ગામના મુળ રહેવાસી દેવિલાબેન ચૌહાણ જે આ જ શાળામા ભણ્યા છે.અને સમય જતા તેઓ આરોગ્ય વિભાગમા ફરજ બજાવી નિવૃત થયા. પોતાનુ પીયર હોવાથી દેવિલાબેન લાભી આવતા જતા રહે છે.તેમના પતિ ઉદેસિંહ પણ પોલીસ વિભાગમાં ફરજ બજાવી નિવૃત જીવન
ગુજારે છે.હાલમા તેમને લાભી પ્રાથમિક શાળાના બાળકોને સ્કુલબેગ સહિતની ચીજવસ્તુઓ વિનામુલ્યે આપીને સામાજિક સેવાનુ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ.
પ્રાપ્ત વિગતો અનુસાર લાભી ગામના એવા દેવિલા બેન આ જ શાળામા વર્ષો પહેલા ભણ્યા હતા.ત્યાર બાદ ભણી ગણીને આરોગ્ય વિભાગમા સરકારી નોકરી કરીને પણ હાલ નિવૃત જીવન ગુજારે છે.તેમના પતિ ઉદેસિંહ ચૌહાણ પણ નિવૃત પોલીસ કર્મચારી છે.જે શાળામા ભણ્યા અને જીવનના સારો મકામ હાસલ કર્યો ત્યારે એ શાળાને કઇક ૠણ ચુકવવુ જોઈએ એ આશયથી દેવિલાબેને શાળાના વિધાર્થીઓ ને અભ્યાસલક્ષી જે સાધન સામગ્રી આપવાનુ નક્કી કર્યુ.જ્યારે પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવી ચુકેલા ઉદેસિહે આ ઉત્તમવિચારને વધાવી લીધો.અને લાભી પ્રાથમિક શાળાના આચાર્ય સહિતના સ્ટાફ ગણે પણ સહયોગ આપ્યો.ગામના અગ્રણીની હાજરીમા જ બાળકોને સ્કુલબેગ સહિતની સામ્રગી આપવામા આવી .