શહેરા,
પંચમહાલમા વન્ય પેદાશો ગ્રામીણો માટે આર્શિવાદ રૂપ બની રહી છે. લીંબડાના ડાળ ઉપર લાગતી લીંબોળી આજીવિકા બની રહે છે. હાલમા લીંબોળી વેચીનેને પંચમહાલમા ગ્રામીણ વર્ગ ચોમાસાનીખેતીના બિયારણ અને ખરીદીકરવામા માટે આવકનુ સાધન સાબીત થઈ રહી છે.
પંચમહાલ જીલ્લા મા આવેલા ગ્રામીણ વિસ્તારમા આવેલા લીંમડાના વૃક્ષો ઉપર લીંબોળી હાલ પીળી થઇ પાકી થઇ ગઈ છે.હાલ ચોમાસાની સીઝન આવી ગઈ છે. ગ્રામીણ વિસ્તારોમા લીમડાના ઝાડ ઉપર લીંબોળી આવે છે તે પાકીને ખરી પડે છે. અને ખરી પડેલી લીબોળીના બી ને ભેગા કરીને સુકવીને વેચવામા આવે છે. સવારમા લીબોળી વીણવાનુ કામ ગ્રામીણવાસીઓ કરતા હોય છે, અને ત્યારબાદ તેને ગોધરા શહેરા જેવાનગરોમ લીબોળી ના બી લેતા વેપારીઓ વેચી દેવામા આવે છે , હાલ ૧૨૦ રૂપિયા મણ લીબોળી નો ભાવ ચાલી રહ્યો છે તેમ વેપારીઓનુ કહેવુ છે.
ખાસ કરીને શહેરાના બજારોમાં લીબોળી વેચવા મોટી સંખ્યામા ગ્રામ્યવિસ્તારમાથી લોકો આવી રહ્યા છે.લીબોળીના ઢગલા અહી જોવા મળી રહ્યા છે.લીબોળી વેચવાથી મળતી આવક ગ્રામીણ વાસીઓખેતી માટે જરૂરી સાધનસામગ્રી બીયારણ, ઓજારો સહીતની સાધનસામગ્રી માટે લેશે. હાલ શાળાઓ પણ ખુલી ગઈ છે ત્યારે બાળકોને માટે ચોપડાનોટ સહીતની અભ્યાસની વસ્તુઓ માટે પણ આ લીબોળી વેચવાથી મળતી આવક કામ લાગીરહી છે આમ લીબોળી ભેગી કર્યા બાદ તેની વેચવામા આવી રહી છે. તેનીથી જરુર અન્ય ખર્ચો નીકળી જતો હોય છે. અનાજ લેતા વેપારીઓ હવે લીંબોળી પણ લેતા હોય છે.એક રીતે લીંબોળી આવકનુ સાધન બની રહી છે.