વિજય કુમાર ,શહેરા
પંચમહાલના શહેરા ના ઝોઝ પાસે થી પોલીસે બાતમી નાં આધારે ગોધરા તરફ જતી આઈસર ગાડી માંથી કતલ ખાને લઈ જવાતા ૨૦ પશુઓને બચાવી લીધા હતા પશુ ઓને પાંજરા પોળ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા પોલીસે પશુ અને આઈસર ગાડી મળી અંદાજીત રૂપિયા ૬ લાખ નો મુદામાલ જપ્ત કરી ને ચાલક સહિત અન્ય બે ઈસમો ને પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી
શહેરા ગોધરા હાઈવે માર્ગ પર થી ગેરકાયદેસર પશુ ભરેલ વાહન પસાર થવાની બાતમી પોલીસ મથક નાં પોસઈ આર .આર દેસાઈ ને મળી હતી બાતમી ને હકીકત ગણી ને તેઓ અને પી એસ આઈ એલ .એ . પરમાર સહિત હે.કો પ્રકાશ કુમાર , અપોકો અનીલ કુમાર ,અશોક નરવતસિંહ તેમજ પો .કો અરવિંદ સિંહ સહિત નો સ્ટાફ ગોધરા તરફ નાં ઝોઝ ગામ નાં હાઈવે માર્ગ પર આવતા જતા વાહનો ની તપાસણી કરી રહયા હતા તે સમયે બાતમી નાં વર્ણન વાળી આઈસર ગાડી નંબર જી જે ૦૯ ઝેડ ૨૦૦ આવી રહી હતી તેને અટકાવી ને તાડપત્રી ખોલતા ડાલા નાં અંદર નાં ભાગ માંથી કુરતા પૂર્વક બાંધી રખાયેલ ૯ ભેસ ,૩ નાની પાડી અને ૮ પાડા કુલ મળી ૨૦ જેટલા પશુઓ મળી આવ્યા હતા પોલીસે પશુ અંગેના આધાર પુરાવાની માંગણી કરી હતી પરંતુ ચાલક પાસે કોઈજ પુરાવા ન મળતા કતલ નાં ઈરાદે પશુઓને લઈ જવાતા હોવાનું માલુમ થયું હતું પોલીસે ૨૦ જેટલા પશુઓ ને પાંજરા પોળ પરવડી ખાતે મોકલી દીધા હતા પોલીસે પશુ ભરેલ ચાલક યુનુસ ગુલામ કાદર શેખ રહે ખાટકી વાર ગોધરા સાથે અન્ય બે ઇસમ મુઝફર હુસેન ગુલામ કાદર કુરેશી રહે ગોધરા ,શેખ ખાલીદ બિસ્મીલા રહે લીમડી ચોક શહેરા ની અટકાયત કરી હતી પોલીસે ૨૦ પશુ તેમજ આઈસર ગાડી મળી અંદાજીત રૂપિયા ૬ લાખ નો મુદામાલ જપ્ત કરી ને ત્રણ શખ્સો સામે પશુધારા કલમ હેઠળ ગુનો નોધી વધુ તપાસ ના ચક્રો ગતિમાન કર્યા હતા