વિજય કુમાર , શહેરા
પંચમહાલના શહેરા તાલુકાના લાભી ગામ પાસે આવેલી પાનમ હાઈલેવેલ કેનાલ પાસેથી પસાર થતારોડની બાજુમા રેંલિગ નાખવાની માંગ ગ્રામજનો દ્વારા કરવામા આવી રહી છે. છે.ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યુ છે કે શુ તંત્ર કોઈ અકસ્માતની રાહ જોવે છે. અને ન કરે નારાયણ કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ?
શહેરા તાલુકાના લાભી ગામથી મધ્ય માથી પસાર થતો ગ્રામીણ માર્ગ શેખપુર,ભોટવા તેમજ પાનમડેમ તરફ જતા અન્ય ગામો સાથે જોડે છે. આ રસ્તો શહેરા જતા મુખ્ય માર્ગને પણ જોડે છે.તેથી વાહનચાલકો પેસેન્જર વાહનો સહીતની અવરજવર રોજની રહેતી હોય છે અનો રોડ વાહનોથી ધમધમતો રહે છે. અહી લાભી ગામે સિંચાઈ તળાવ પાસેથી જે રસ્તો પસાર થાય છે તેન બાજુમા પાનમહાઈલે કેનાલ આવેલી છે. આ રસ્તો જ્યાથી પસાર થાય છે ત્યા એકબાજુ પાનમ હાઈલેવલ કેનાલને જોડતો ભાગ આવેલો છે. એક બાજુ તળાવ આવેલુ છે જે ચોમાસામા ભરાઈ જાય તો તેનુ પાણી ઓવરફ્લો થઈને સીધુ નાળા નીચેથી પસાર થઈ કેનાલમા જાય છે. જેની આસપાસ બનાવેલો રસ્તો મોતનો રસ્તો થઈ રહ્યોછે કારણ કે રસ્તાની આસપાસ કોઈ રેલિંગ ન હોવાને કારણે અહી મોટા અકસ્માતની આશંકા સેવાઈ રહી છે. જેમારસ્તાની બે બાજુ ફુટ ઉંડી જગ્યા આવેલી છે.અહીથી વાહનોની અવરજવર રહે છે વાહનચાલકોથી જો ચુક થાય તો બાજુમા આવેલી ખાઈમા વાહનો ખાબકવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આ અંગે જવાબદારતંત્રને જાણ રેલિંગ બનાવા અંગે રજુઆત કરી દેવામા આવી હોવાનુ જાણવા મળ્યું છે.તેવું સુત્રો તરફથી જાણવા મળ્યું છે છતા કુભકર્ણ નિદ્રામાં પોઢી રહેલુ તંત્રને કોઈ જ પડી નથી.સવાલ એ પણ છે કે અહી ન કરે નારાયણ જો જોકોઈ અકસ્માત થાય તો તેની માટે જવાબદાર કોણ ? તેમ પણ લાભી ગામના લોકોમા ચર્ચાઈ રહ્યું છે.