વિજય કુમાર ,શહેરા
પંચમહાલ જીલ્લાના શહેરા નગરમા આવેલા વિવિધ રોડ રસ્તાઓ ઉપર રખડતા ઢોરોને કાણે વાહન ચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ ઢોરો છે.રોડની વચ્ચોવચ તેમજ દુકાનોની આસપાસ પણ બેસી રહેતા અકસ્માતનો ભય દેખાઈ રહ્યો છે. આખા શહેરાનગરમા આ રસ્તે રખડતા ઢોર વાહન ચાલકો તેમજ રાહદારીઓ માટે માથાનો દુઃખાવો સમાન બન્યા છે.
પંચમહાલ જીલ્લામા આવેલા શહેરા નગરમા રસ્તે રઝડતા ઢોરોના ત્રાસથી રાહદારીઓ તેમજ વાહનચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. શહેરાનગરમા આવેલા સિધી ચોકડી વિસ્તાર તેમજ લખારા સોસાયટી તેમજ, બજારવિસ્તારમાં ગાયો સહીતનાપશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. સિંધી ચોકડી પાસે આવેલી દુકાનોની પાસે ગાયો બેસીને અડીગો જમાવી બેસી રહેતા છે. અહી દુકાનો આવેલી હોવાથી આસપાસની ગ્રામ્ય વિસ્તારમાથી લોકો ખરીદી કરવામા આવે છે.રસ્તા ઉપર અડીગોજમાવી બેસી રહેતા હોવાને કારણે અકસ્માતનો ભય પણ રહે છે. અહીથી મોટાવાહનો પણ પસાર થાય છે. આ પશુઓના માલિકો પણ કોઈ બાબતની કે પછી તેનાપરિણામોની ચિંતા કર્યા વગર પશુઓનેરસ્તે રઝળતા છોડી દે છે, પાલિકા તંત્ર દ્વારા આવા પશુઓને ઢોરડબ્બા તેમજ તેના માલિકોસામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી લોકમાંગ પણ છે.