વિજય કુમાર , પંચમહાલ
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સમ્રગ પંચમહાલ જિલ્લામાં કરવામા આવી હતી.શિવસેના દ્રારા પણ તેના ભાગ રુપે વૃક્ષારોપણ કાર્યક્રમ પાનમ ટોલનાકા પાસે રાખવામા આવ્યો હતો.
૫મી જુનનો દિવસ સમ્રગ દુનિયામા ” પર્યાવરણ” દિન તરીકે ઉજવવામા આવે છે. પંચમહાલ જિલ્લામાં પણ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામા આવી હતી. શિવસેના પંચમહાલ પણ તેમા સહભાગી થયુ હતુ અને શામળાજી -હાલોલ ધોરીમાર્ગ ઉપર આવેલા શહેરાના પાનમ પાટીયા ટોલનાકા પાસે વૃક્ષારોપણનો એક કાર્યક્રમ રાખી પર્યાવરણ દિવસને ઉજવ્યો હતો. પંચમહાલ મહિસાગર શિવસેના પ્રમૂખ લાલાભાઇ ગઢવીની આગેવાની વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.
ટોલનાકા તેમજ રોડની આસપાસ આવલી જગ્યાઅ ઉપર આંબા અને લીમડાના વૃક્ષના છોડની રોપણી કરી હતી.
ઉપસ્થિત સૌએ વૃક્ષારોપણ કરીને તેનુ જતન કરવાનું અને પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવાનો તેમજ ગ્રીન એનર્જી ને સપોર્ટ કરીશુ અને કચરો ક્યાંય નજીક મા ક્યાંય નહીં થવા દઈએ એવો સંકલ્પ કર્યો હતો વૃક્ષારોપણ કાર્યક્રમમા ટોલ ટેક્સ મેનેજર,કર્મીઓ તેમજ શિવસેના ના કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં.
.