Proud of Gujarat
FeaturedGujaratINDIA

શહેરાનગરમાં આધુનિક બસ સ્ટેશન ની સુવિધા મળશે, બાંધકામની કામગીરી શરુ

Share

વિજયસિંહ સોલંકી, શહેરા

Advertisement

પંચમહાલ જિલ્લાના તાલુકા મથક શહેરા માં બસ સ્ટેશનનું નવુ મકાન બનાવામા આવી રહ્યું છે.જેના કારણે આગામી સમયમા લોકોમા એક નવુ બસ સ્ટેશન મળશે.હાલમા જુનુ બસ સ્ટેશનની જગ્યાએ નવુ બસ સ્ટેશન બનાવાની કામગીરી શરુ કરી દેવામા આવી છે.આશરે દોઢ કરોડના ખર્ચે બનનારુ આ સ્ટેશન આધુનિક સુવિધાઓ સજજ હશે તેવી સુત્રો પાસેથી માહિતી મળી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરા નગરમાં બસ સ્ટેશન આવેલુ છે.જે જુનુ થઇ ગયું છે. અને તેને નવું બનાવાની માંગ નાગરિકો દ્વારા કરવામાં આવી હતી.ત્યારે હવે નવુ બસ સ્ટેશન બનાવામાં આવી રહ્યું છે.જેને કારણે લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે.હવે જનતાને નવુ બસ સ્ટેશન મળશે. હાલ જે બસ સ્ટેશન છે.તેની સામે ની જગ્યામા નવુ બસ સ્ટેશન બનાવામા આવશે .જુના બસ સ્ટેશનનુ મૂખ પુર્વાભિમૂખ હતું હવે નવા બસ સ્ટેશનનુ મૂખ પશ્વિમ બાજુ હશે તેવી માહીતી એસટી નિગમના સુત્રો તરફથી મળી રહી છે.આશરે દોઢ કરોડની કીંમતમાં બનનારુ આ બસ સ્ટેશન આધુનિક હશે.જુનુ બસસ્ટેશન તોડી પાડવામા આવશે. હાલ કામચલાઉ ધોરણે બાજુમા નવુ સ્ટેશન બનાવામા આવ્યુ છે.ત્યાથી બસોની અવરજવર થશે.હાલ તો નવા બસ સ્ટેશનની બાંધકામની કામગીરી ચાલી રહી છે.આમનારા સમયમાં નવા બસ સ્ટેશનની ભેટ મળવાને કારણે શહેરાનગરવાસી
ઓ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ ખુશીની લાગણી છવાઇ ગઇ છે.


Share

Related posts

વડોદરાનાં ગણેશપુરામાં 10 થી 12 લોકોને બચકાં ભરનાર કપિરાજ પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના દલિતો ધ્વારા આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

શહેરા: કળીયુગી શ્રવણે પિતાને લાકડીથી ફટકાર્યા .પિતાનુ સારવાર દરમિયાન મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!