Proud of Gujarat
GujaratFeaturedINDIA

શહેરા: સાસરી પક્ષના સભ્યો એ પંચમા ૧૦ લાખ માગતા પુત્રએ આત્મહત્યા કરી હોવાના આક્ષેપ સાથે પિતાની શહેરા પોલીસ સ્ટેશનમા ફરિયાદ

Share


શહેરા ,

પંચમહાલ જીલ્લા શહેરા તાલુકાના પાલી ખંડા ગામે ૨૨વર્ષીય યુવાને કુવામા પડી કરેલી આત્મ હત્યામા નવો વળાંક આવ્યો છે. મૃતકની નરેન્દ્ર પરણિત હતો અને તેની પત્ની નાની બાળકી સાથે અન્ય કોઈ ઈસમ સાથે ભાગી ગઈ હતી. ત્યારબાદ તેને પિયરપક્ષના તેને શોધીને ઘરે લઈ આવતા ત્યારબાદ પંચ ભેગુ કર્યુ હતુ. પંચમા મૃતક નરેન્દ્રે પત્નીને મોકલી આપો નહી તો છુટાછેડા આપી દો તેમ કહેતા મૃતકના સસરા સહીતનાસભ્યો ઉશ્કેરાઈને નિકાલ માટે ૧૦ લાખ રુપિયા માગતા તેમજ ખોટા કેશ કરીને ફસાવી દેવાની ધમકી આપતા લાગી આવતા આશાસ્પદ યુવાને નરેન્દ્રે વણકરે આત્મહત્યા કરી લીધી હતી આત્મહત્યા કરવાની પ્રેરણા આપવા બદલ મૃતકના લાભી ગામે રહેતા સસરા તેમજ દાદા સસરા અને કાકા સસરા સહીત ચાર સામે ફરિયાદ નોધાવામા આવી છે.
પોલીસસુત્રો પાસેથીમળતી વિગતો અનુસાર આત્મહત્યા કરનાર નરેન્દ્રની પત્ની પારૂલ તેની ચાર વર્ષની દીકરી સાથે કોઈ પુરૂષ સાથે ભાગી ગઈ હતી આથી પારૂલના પિયર પક્ષના માણસો તેને પાછી લઈ આવતા તેને પિયરમાથી તેડી લાવવા માટે મરણ જનાર યુવક નરેન્દ્ર તેમજ તેના પિતા સહીતનાઓએ સમાજના માણસો તેમજ પારૂલના પિયરપક્ષના માણસોએ ભેગા કરીને પંચ રાહે નિકાલ કરવાની પ્રયત્ન પાલીખંડા ગામે કર્યોહતો. પંચમા મરણ જનાર નરેન્દ્રએ સાસરી પક્ષના સભ્યો કેતન ઉર્ફ બકાભાઈ હીરાભાઈ પરમાર, તેમજ હીરાભાઈ ભગાભાઈ પરમાર કિશોરભાઈ ઉર્ફ નાનુભાઈ હીરાભાઈ પરમાર તમામ રહે લાભી , તા શહેરા, તેમજ દિનેશ ઉર્ફ મુન્નાભાઈ હીરાભાઈ પરમાર રહે, નપાણીયા તા લુણાવાડાનાઓએ કહ્યુ કે પારુલને મોકલી આપો અથવા છુટાછેડા આપી દો તેમ કહેતા તમામ ઉપરોક્ત સાસરીપક્ષના સભ્યો એકાએક ઉશ્કેકાઈ ગયા હતા.કહેવા લાગ્યા હતા કે પારૂલના છુટાછેડા જોઈતા હોય તો તમારે નિકાલ પેટે ૧૦ લાખ રૂપિયા આપવા પડશે. નહીતો નરેન્દ્રની ત્રાસ બાબતની ફરિયાદ કરીને તેમને હેરાન કરી નાખીશુ નરેન્દ્રની જીંદગી રફેદફે કરી નાખીશુ. શહેરા દુકાને નોકરી કરવા કેવી રીતે જાય છે ? તેના શહેરામા ટાટીયા તોડી નાખીશુ અને સ્ત્રી અત્યાચાર ના કેશમા ફિટ કરીને જેલના સળિયા પાછળ ધકેલીદઈશુ.તેવી ધમકી આપતા લાગી આવતા કુવામા પડી જઈ આતત્મહત્યાકરીલીધીહતી શહેરા પોલીસે મૃતક નરેન્દ્રના પિતાનીફરિયાદના આધારે આ મૃતકના સાસરીપક્ષના લોકો વિરુધ્ધ દુષ્પેરણાનો ગુનોનોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.
– પાલીખંડા ગામે કુવામા ઝંપલાવી ને આત્મહત્યા કરનાર નરેન્દ્ર વણકર તેમના પિતા વાલા ભાઈનો એકનો એક પુત્ર હતો,પોતાનો વ્હાલો સોયો પુત્ર ગુમાવતા જાણે તેમના ઉપર આભ તુટી પડ્યુ હતું. નરેન્દ્ર શહેરા ખાતે દુકાનમા નાની મોટી નોકરી કરીને ઘરનુ ગુજરાન ચલાવામા માં મદદરુપ થતો હતો

Advertisement

Share

Related posts

વડોદરા : 108 ના સેન્ટર હાઉસ ખાતે ઇમરજન્સી 108 ના હેડની શુભેચ્છા મુલાકાત.

ProudOfGujarat

પાદરા તાલુકાના રાજૂપુરાના ખેડૂત આત્માના માધ્યમથી પ્રાકૃતિક ખેતી શીખ્યા અને તેના પ્રખર હિમાયતી છે.

ProudOfGujarat

ભાવનગર ના ઘોઘા તાલુકા ના કણકોટ ગામમાં ઢોર માર મારી યુવાનની કરી હત્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!