પંચમહાલ, રાજુ સોલંકી
ક્લીન કોલેજ ગ્રીન કોલેજ વિશ્વમાં પ્રદૂષણના કારણે ગ્લોબલ વોર્મિંગ ક્લાઈમેટ ચેન્જ જેવી સમસ્યાઓ વધી રહી છે ત્યારે આ માટે નક્કર પ્રયત્નો કરવા માટે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના તારીખ 29- 6- 2019 ના પરિપત્ર ૮૬૩ અન્વયે સરકારી વિનયન કોલેજ શહેરા ના NSS વિભાગના ઉપક્રમે તારીખ 6 -7 -2019 ના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું .આ કાર્યક્રમમાં કોલેજના 300 વિદ્યાર્થીઓએ અને કોલેજના તમામ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ એ ભાગ લીધો હતો . આ કાર્યક્રમની શરૂઆતમા કોલેજના પ્રિન્સિપાલ ડો. દિનેશકુમાર માછીએ પર્યાવરણનું મહત્વ અને પ્રકૃતિ તરફ જોવાનો દ્રષ્ટિકોણ સમજાવ્યો હતો આજના સમયમાં આ કાર્યક્રમ કેમ મહત્વનો છે તે ઉદાહરણો આપીને સમજાવ્યું હતું આપણી ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોનો ઘણો મહિમા રહેલો છે આપણા સાહિત્યમાં પણ પ્રકૃતિનું અદભુત વર્ણન થયું છે આચાર્યશ્રીએ પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધીને ભોગની દ્રષ્ટિથી નહીં પણ ભાવની દૃષ્ટિથી વૃક્ષો તરફ જોવું જોઈએ તે કવિ કુલગુરુ કાલિદાસ ના અભિજ્ઞાનશાકુન્તલ ના વિદાય પ્રસંગ થી સમજાવ્યું હતું. આજના આ કાર્યક્રમમાં 300 વૃક્ષો વાવવામાં આવ્યા જેમાં બદામ. આંબો ,લીમડો ,મહેંદી ,ગુલમહોર, નીલગીરી વગેરે વૃક્ષો નો સમાવેશ થાય છે .આ વૃક્ષોનીરોપણી કરતા પહેલા પ્રિન્સિપાલ ડો. દિનેશકુમાર માછીએ નારાયણ ઉપનિષદ નું સામૂહિક પારાયણ કરાવ્યું હતું આ પારાયણ દરમિયાન કોલેજના તમામ અધ્યાપકોએ વૃક્ષોનું કંકુથી તિલક કરી પૂજન કર્યુ હતું નારાયણ ઉપનિષદ એ વેદમાં રહેલું પ્રકૃતિ તરફ જોવાનો દ્રષ્ટિકોણ સમજાવતું મહત્વનું એક ઉપનિષદ છે જે જીવનમાં પ્રકૃતિ નું મહત્વ સમજાવે છે આજે કોલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફે વૃક્ષોને દત્તક લઈને વર્ષ દરમિયાન તેની જાળવણી કરવાનો સંકલ્પ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ વિભાગના કોર્ડીનેટર પ્રો. મિનેષ ભાઈ હઠીલાએ કર્યું હતું.