વિજયકુમાર
શહેરા,
શહેરા નગર પાલિકાના સફાઈ કર્મીઓએ પોતાની માગણીઓને લઈને પાડેલી હડતાલ સામે નગરપાલિકા તંત્રએ માગણીઓ સ્વીકારી લેતા તેનો અંત આવ્યો છે. જેમા હાલમા જે વેતન આપવામા આવતુ હતુ તેના બદલે લઘુત્તમ વેતન આપવાનો નિર્ણય કરવામા આવ્યો છે. જેના કારણે સફાઈ કર્મીઓ દ્વારા હડતાલ સમેટી લેવામા આવી છે.
શહેરાનગર પાલિકામા કામ કરતા સફાઈકામદારો પોતાની લઘુત્તમ વેતન તેમજ પ્લોટની સહિતની માગણીઓ સ્વીકારતા
સાથે અંત આવ્યો છે. પાલિકાતંત્ર દ્વારા હવે સફાઈ કામદારો નો લઘુત્તમ વેતન આપવાનો નિર્ણય લેવામા આવ્યો છે.વાલ્મિકી સંગઠના પ્રમુખ લાલજીભાઈએ જણાવ્યું હતુ કે પહેલા વેતન પહેલા ૨૫૦ રુપિયા વેતન પર દિવસ આપવામા આવતુ હતુ જેને વધારીને ૩૦૫ રૂપિયા લઘુત્તમ વેતન કરી દેવામા આવ્યુ છે.અમારી માગણીઓનો સ્વીકારી દેવામા આવતા સફાઈ કામદારો કામકાજ રાબેતા મુજબ ચાલુ કરી દેશે.કાયમી કરવામા માટે પણ અમારી રજુઆત ધ્યાને લેવામા આવી છે.પોતાની માગંણીઓનો સ્વીકાર કરવામા આવતા શહેરા નગર પાલિકાના સફાઈકામદારોમા ખુશીની લાગણી પણ છવાઈ ગઈ હતી.તેમના દ્વારા શહેરા નગરની સફાઈ ની કામગીરી રાબેતા મુજબ શરૂ કરી દેવામા આવશે.તેમ જાણવા મળ્યુ છે.