શહેરામાં સરકારી કચેરીઓના મકાનોનુ નવીનીકરણ હાથ ધરાયું
વિજયસિંહ સોલંકી, શહેરા
પંચમહાલ જિલ્લામાં શહેરાનગરમા આવેલી સરકારીકચેરીઓનુ નવીની કરણકરવાનુ કામ હાલ ચાલી રહ્યુ છે.મામલતદાર કચેરી પ્રાન્ત અને તાલુકા પંચાયત સહીતની અન્ય કચેરીઓનુપણ નવીનીકરણ હાથધરવામા આવી રહ્યુ છે.ત્યારે નવી કચેરી બનવાથી લોકોની સુવિધામાં વધારો થશે.શહેરાનગરની પણ શાન વધશે.
પ્રાપ્ત વિગતો અનુસાર શહેરા નગરમા આવેલી જુની સરકારી કચેરીઓ તોડીને હાલ નવી કચેરી બનાવામા આવી રહી છે હાલમાં કચેરીનુ સ્થળાતંર કરીને માર્કેટીંગ યાર્ડ તેમજ આરામગૃહ પાસે આવેલા મકાનમાં ખસેડવામા આવી છે.હાલ કચેરીનુકામકાજ ચાલી રહ્યુ છે.સાડા આઠ કરોડ રુપિયાના ખર્ચે આ ઈમારતો બનવાની છે.નવી ઈમારત બનવાથી લોકોને પણ સારી સુવિધા મળી રહેશે. હાલ કચેરીઓ ખસેડવાને કારણે લોકોને એક કીમી દુર આવુ પડે છે.પણ હાલ થોડી મૂશ્કેલી વેઠવી પડશે.પછી સરળતા રહેશે. ઇમારતો બની જતા શહેરા નગરની મધ્યમાં જ સરળતાથી લોકો અવર જવર થઇ શકશે.જુની કચેરીઓ સાંકળી નાની હોવાને કારણે બેસવાની સુવિધાની પણ લોકોને અગવડ પડતી હતી. તે સમસ્યા હવે દુર થશે.આધુનિક ઇજનેરી પધ્ધતીથી આ ઇમારતો બનાવાઇ રહી હોવાનુ જાણવા મળ્યુ છે.
l