Proud of Gujarat
GujaratFeaturedINDIA

ધામણોદ ગામે પિતાને યમસદને પહોચાડનાર પુત્રનેશહેરા પોલીસે પકડી પાડ્યો

Share

ધામણોદ ગામે પિતાને યમસદને પહોચાડનાર પુત્રનેશહેરા પોલીસે પકડી પાડ્યો

વિજયસિંહ સોલંકી,શહેરા

Advertisement

શહેરા તાલુકાના ધામણોદ ગામે પિતાપુત્ર વચ્ચે ખેતરમા રહેલી વાંસ કાપવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી બાદ ઉગ્ર બનેલા મામલામા પિતાને પુત્રને લાકડીના ઘા ઝીકતા પિતાનુ સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ.ફરાર થઇ ગયેલા પુત્રને પોલીસે પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.પોલીસે ધામણોદ ગામમાથી જ હત્યારા પુત્ર ને પકડી પાડયો હતો.

પ્રાપ્ત વિગતો શહેરા તાલુકાના ધામણોદ ગામના સડક ફળીયામાં રહેતા ભુરાભાઇ બારીયા ના પુત્ર જસવંતભાઇ ખેતરમા વાંસ કાપતા હતા તે વખતે પુત્રને વાંસ ન કાપવાનુ કહેતા ઉશ્કેરાયેલા પુત્રએ લાકડી વડે પોતાના પિતા ભૂરાભાઈને શરીર ના માથાના ભાગે મારતા તેઓ ને ગંભીર ઇજા પહોચાડી હતી બનેલ બનાવ બાદ પુત્ર ત્યાથી ફરાર થઇ ગયો હતો. તાલુકા પોલીસ મથકે મરણ જનારના પત્નીએ ફરિયાદ નોધાઇ હતી પોલીસે ફરાર પૂત્રને પકડી પાડવા માટે ચક્રો ગતીમાન કર્યા હતા ત્યારે પોલીસે બાતમીના આધારે ધામણોદ ગામમાથી જ હત્યારા પુત્ર જસવંત ને પકડી પાડયો હતો.અને શહેરા પોલીસ સ્ટેશને લાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી


Share

Related posts

રાજપીપળા : કોવિડ-૧૯ હોસ્પિટલમાં આગની દુર્ઘટના અને રાહત બચાવ માટે યોજાયું સફળ મોકડ્રીલ – નિદર્શન.

ProudOfGujarat

વલસાડ શહેરના રામવાડી વિસ્તારમાં જન્માષ્ટમીના મંડપની આડમાં 17 શકુનીઓને જુગાર રમતા ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચની ડો. બાબા સાહેબ આંબેડકર યુવા ઉત્થાન સમિતિ દ્વારા અહેમદ પટેલનાં જન્મદિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!