શહેરા તાલુકાના કવાલી ગામે આંતરીક રસ્તા બનાવાની ગ્રામજનોની લોકમાંગ
વિજયસિંહ સોલંકી,શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના કવાલી ગામે પાકા રસ્તાથી ગામના ફળિયાઓને જોડતા રસ્તો બનાવાની માંગ તેમજ રજુઆત વર્ષોથી તંત્રને કરવામા આવી રહી છે.ત્યારે તેનુ કોઈ પરિણામ હાલ સુધી જોવા મળી રહ્યુ નથી તેના કારણે અહીના ગ્રામજનોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસાની સીઝન આગણે આવીને ઉભી છે.તેના કારણે કાદવ કિચડ થવાનો ભય સતાવી રહ્યો છે. જવાબદાર તંત્ર દ્વારા રસ્તો બનાવામા આવે તેવી માંગ છે.
શહેરા તાલુકાના કવાલી ગામે છોગાળા તેમજ સીમલેટ ગામના પાનમડેમનામા ડુબાણમાં જવાના ને કારણે તે વિસ્તારના વિસ્થાપિતો અહી આવીને વસ્યા છે. અને તેઓ ખેતીકામ તેમજ પશુપાલનના વ્યવસાય કરી જીવન ર્નિવાહ કરે છે.અહી તંત્ર દ્વારા તેમને જમીન સહીત જરુરી સહાય પણ આપવામા આવી છે. કવાલી ગામે ગામના ફળિયાઓને જોડતા આંતરિક રસ્તાની માંગ ઉઠવા પામી છે.
શહેરાથી કવાલી છોગાળા ગામને જોડતો રસ્તો તો છેજ પણ અંદર ફળીયામા જવાના રસ્તા નથી. ગામના જમાદાર ફળિયુ તેમજ કલાલ ફળિયામાં મુખ્ય માર્ગ થી જવા આવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. છેલ્લા એક દાયકાથી પણ વધારે સમય વીતી ગયો હોવાની સાથે વાંરવાર જવાબદાર તંત્રને રજુઆત કરવા છતા પણ પરિણામ શુન્ય જોવા મળે છે. આ ફળિયાના રહીશોને સૌથી વધારે તકલીફ ચોમાસાની સીઝનમા પડે છે. કારણ કે અહી વરસાદી પાણીના કારણે કાદવ કિચડ જામે છે. તો નાના વાહનો પણ ફસાઈ જાય છે અને ચોમાસામાં બાળકોને શાળાએ જવા માટે પણ તકલીફ પડે છે. આ અંગે સ્થાનિક અગ્રણી માનસિંગ ભાઈ એ જણાવ્યું કે આ રસ્તો આરસીસીકેપછી ડામર કોઈ પણ એક રસ્તો બનાવામા આવે તેવી અમારી માંગ છે. વધુમા તેમણે જણાવ્યુ કે જવાબદાર તંત્રને રજુઆત કરી હતી. ગ્રામજનો દ્વારા અહી રસ્તો બનાવામા આવે તેવી માંગ કરવામા આવી રહી છે.