શહેરા:વલ્લભપુર ગામને કિનારે મહિસાગર નદી ઉપર પુલના અભાવે મશીન બોટમાં બાઇક મુકી જોખમી મુસાફરી કરતા ગ્રામજનો
શહેરા
પંચમહાલ જિલ્લાનાશહેરાના તાલુકાના જુના વલ્લભપુર ગામ પાસે વહેતી મહિસાગર નદી મા નાવડીમા બેસીને આસપાસના ગ્રામજનો,નોકરીયાત વર્ગ આ કિનારાથી સામે કિનારે આવેલા ગામો ખાતે અવરજવર પુલના અભાવે કરવાની ફરજ પડી રહી છે.સામા કિનારે બાલા શિનોર તાલુકો આવેલો છે.ત્યા જવા લાંબો ફેરો ફરવો પડે તેમ હોવાથી બાઈક નાવડીમા મુકીને લઇ જવાની ફરજ પડી છે.અહી જો પુલ બનાવામા આવે તેવી લોકમાંગ છે.
શહેરા તાલુકાના છેવાડે આવેલા જુના વલ્લભપુર ગામ પાસે મહીસાગર નદીના કિનારા ના આસપાસ રહેતા ગામોના લોકોને મહિસાગર જિલ્લાના બાલાશિનોર સહિતના ગામોના તેમજ નોકરીયાત વર્ગને જવુ પડતુ હોય છે,વલ્લ્ભપુર ગામના કિનારેથી જો મહિસાગર નદીમાં નાવડીમાં બેસીને જવામા આવે તો સામે વનોડા ગામ આવેલુ છે તેનુ અંતર માત્ર એક કીમી જેટલુ છે.જે જલદી પહોચી જવાય છે.
આસપાસના ગામોના લોકો તેમજ નોકરીયાત વર્ગ નો આ રોજીંદો નિત્યક્રમ બન્યો છે,
સમયઅને પૈસાની બચત માટે મહીસાગર નદીના ઉંડા પાણીમા તેમજ એક કિમી જેટલુ અંતર જીવના જોખમે નાવડીમા બેસીને તેમજ પોતાના બાઈક સહીતના વાહનો સાથે જળયાત્રા કરવી પડી રહી છે. આ રીતે નાવડીની મુસાફરી ન કરવામા આવે તો બાલાશિનોર તેમજ આસપાસના ગામોમા જવા માટે 45 કિમી જેટલુ લાબા અંતર સાથે એક કલાકથી વધુ સમય કાપવો પડે છે.આથી અહી પુલ બનાવાની માંગ કરવામા ગ્રામજનો દ્વારા કરવામા આવી રહી છે.વલ્લભપુર ગામના યુવા અગ્રણી જે.બી. સોલંકી કહે છેકેએક મોટો પુલ બનાવામા આવે તો જે રોજીદા 1000થીવધુ લોકો જીવની જોખમે નાવડીમા બાઇક મુકી સવારી કરવી પડે છે તેનો અંત આવી શકે છે. ત્યારે પુલ બનાવા માટે રાજ્ય સરકાર આ બાબતે વિચારે તે જરુરી છે.