શહેરા: કળીયુગી શ્રવણે પિતાને લાકડીથી ફટકાર્યા .પિતાનુ સારવાર દરમિયાન મોતશહેરા,
શહેરા તાલુકાના ધામણોદ ગામે પિતાપુત્ર વચ્ચે ખેતરમા રહેલી વાંસ કાપવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી બાદ ઉગ્ર બનેલા મામલામા પિતાને પુત્રને લાકડીના ઘા ઝીકતા ઈજા પહોચી હતી જ્યા સારવાર માટે પરિવારના સભ્યો દ્રારા ગોધરા સીવીલ ખાતે લઇ જવા આવ્યા હતા.જ્યા સારવાર દરમિયાન પિતાનુ મોત થયુ હતુ.
મળેલી વિગતો અનુસાર શહેરા તાલુકાના ધામણોદ ગામના સડક ફળીયામાં રહેતા ભુરાભાઇ ના પુત્ર જસવંતભાઇ ખેતરમા વાંસ કાપતા હતા તે વખતે પુત્રને વાંસ ન કાપવાનુ કહેતા ઉશ્કેરાયેલા પુત્રએ લાકડી વડે માથાના ભાગે હુમલો કરી પોતાના પિતા ભૂરાભાઈને ઇજા પહોચાડી હતીપુત્ર ત્યાથી ફરાર થઇ ગયો હતો અન્ય પરિવારના સભ્યોદ્રારા ૧૦૮સેવા બોલાવીને દવાખાને સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.જયા ગંભીર ઇજા થવાને કારણે સારવાર દરમિયાન મોત નીપજયુ હતુ. ત્યારે આ કળિયુગી શ્રવણે પોતાના પિતા ફટકારતા તેમનુ મોત થતા ધામણોદ સહીત આસપાસના ગામોમા પણ ભારે ફીટકારની લાગણી થવા પામી છે.આ અંગે શહેરા પોલીસ મથકે ફરિયાદ મૃતકની પત્નીએ નોંધાવતા વધુ તપાસ હાથ ધરી છે.