Proud of Gujarat
INDIAFeaturedGujarat

સાબરકાંઠા જિલ્લા કલેકટરની ઉપસ્થિતીમાં સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી કરાઇ.

Share

સાબરકાંઠા જિલ્લા સમાહર્તાશ્રી હિતેષ કોયાની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી સભાખંડ ખાતે સશસ્ત્ર સેવા ધ્વજદિનની ઉજવણી કરવામાં આવી હતી. શહીદોના નિરાધાર પરિવારોની યોગ્ય કદર કરવા અને તેઓની સાથે એકાત્મતા સાધવા તેમજ માજી સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણ અને પુનર્વસવાટની યોજનાઓમાં મદદ કરવા “સશસ્ત્ર સેના ધ્વજદિન” આપણને એક અનેરો અવસર પુરો પાડે છે. દર વર્ષે તા.૦૭ ડિસેમ્બરના રોજ ભારત દેશમાં ઉજવવામાં આવે છે.

“સશસ્ત્ર સેના ધ્વજદિન” નિમિત્તે સાબરકાંઠા કલેકટર હિતેષ કોયાએ પ્રથમ ડોનેશન આપીને સાબરકાંઠાવાસીઓને ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરી હતી. લોકો દ્વારા અપાયેલો ફાળો માજી સૈનિકો, સ્વર્ગીય સૈનિકોની ધર્મપત્નીઓ અને તેઓના પરિવારજનોના હિતાર્થે સરકારશ્રી દ્વારા ધડાયેલા નીતિ નિયમો મુજબ ઉપયોગમાં લેવાય છે, આથી જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી એ સર્વેને ઉદાર હાથે ફાળો આપવા માટે અપીલ કરતા જણાવ્યું હતું કે, છે જો આપ સશસ્ત્ર સેના ધ્વજદિન નિમિત્તે ફાળો આપવા ઇચ્છતા હોવ તો કલેક્ટર અને પ્રમુખ, સશસ્ત્ર સેના ધ્વજદિન ફંડ, સાબરકાંઠાના ખાતા નં ૩૦૯૧૫૯૫૧૫૪૬, SBI(main), હિંમતનગર(સા.કાં) બ્રાંચ કોડ-૩૮૧, IFSC:SBIN0000381ના નામનો ચેક/ડ્રાફ્ટ અથવા ઇન્ટરનેટ બેકિંગ, મોબાઇલ વોલેટ, ડિઝિટલ પેમેન્ટ એપ્સ(ફોન પે, ગુગલ પે) યુ.પી.આઇ. સર્વિસથી જિલ્લા સૈનિક કલ્યાણ અને યુનર્વસવાટ કચેરી, બ્લોક-સી/૧૦૮, પ્રથમ માળ બહુમાળી ભવન જિલ્લા સેવા સદન સાબરકાંઠા હિંમતનગર ૩૮૩૦૦૧ ખાતે રોકડ જમા કરાવી શકાશે.

Advertisement

Share

Related posts

મૂન મિશન પછી ISRO લોન્ચ કરશે સોલાર મિશન, 2 સપ્ટેમ્બરે આદિત્ય-L1 લોન્ચ કરશે

ProudOfGujarat

દિલ્હીમાં વકીલો અને પોલીસ વચ્ચે થયેલાં ઘર્ષણ અને ત્યારબાદ વકીલો પર થયેલાં લાઠીચાર્જના કેસમાં આજે બુધવારના રોજ સ્થાનિક કોર્ટના વકીલો લાલ પટ્ટી ધારણ કરીને પોલીસની બર્બરતાનો વિરોધ કરશે.

ProudOfGujarat

ગાંધીનગર : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં 8 મનપાની સમીક્ષા બેઠક યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!