શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખરાદી બજાર ઈડરમાં તાલુકાનું એકમાત્ર પૌરાણિક વર્ષો જૂનું સિદ્ધિવિનાયક ગણેશજીનું મંદિર આવેલું છે જેને ઉંદરિયા મહાદેવ તરીકે પણ લોકો ઓળખે છે આજે સંકષ્ટી ચોથ અને બોળચોથ હોવાથી ભક્ત સમુદાય અસંખ્ય પ્રમાણમાં સવારથી સાંજ સુધી ભક્તોની ભારે ભીડ જોવા મળે છે જ્યાં લોકોના ઘરે ઉંદર નુકસાન પહોંચાડતા હોય તો આ મંદિર ઉપર ભક્તો આવી અને અપાર શ્રદ્ધાથી બાધા રાખે છે જેથી તેમના ઘરે શાંતિ થાય છે અને સુખ-સમૃદ્ધિ સંતાન પ્રાપ્તિની પણ અહીંયા ખૂબ જ શ્રદ્ધાથી મનોકામના પૂર્ણ થાય છે. મંદિરની બાજુમાં પૌરાણિક ભાષામાં એક લેખ પણ છે લોકોનું માનવું છે ગણેશ દાદાની બાધા રાખવાથી સર્વેની મનોકામના પૂર્ણ થાય છે.
મયુર ઉપાધ્યાય
Advertisement