Proud of Gujarat
FeaturedGujaratINDIA

બાયડના લીંબ નજીક કતલખાને લઈ જવાના ઈરાદે ડાલામાં ભરીને લઈ જવાતી ચાર ગાયોને જીવદયાપ્રેમીઓએ બચાવી

Share

બાયડ તાલુકાના લીંબ નજીક કતલખાને લઈ જવાના ઇરાદે ચાર ગાયો ભરીને પીકઅપ ડાલું પસાર થવાનું છે તેવી બાતમીના આધારે જીવદયા પ્રેમીઓએ વાહન આંતરીને તપાસ હાથ ધરતાં તેમાંથી મરણતોલ હાલતમાં બાંધેલી ચાર ગાયો મળી આવી હતી,જોકે વાહન ચાલક અને કસાઈઓ ડાલું મુકી ભાગી છુટયા હતા.

વધુ પ્રાપ્ત વિગતો મુજબ બાયડ તાલુકાના લીંબ ગામ પાસેથી પીકપ ડાલામાં ભરીને કતલખાને લઈ જવાના ઇરાદે વાહન પસાર થવાનું છે તેવી વાતમી જીવદયા પ્રેમીઓએ પીછો કરતાં કસાઈઓ રસ્તામાં ડાલું મુકીને ભાગી છુટવામાં સફળ રહ્યા હતા.

Advertisement

જીવદયાપ્રેમીઓએ ડાલામાં તપાસ હાથ ધરતાં અંદર મરણતોલ હાલતમાં મુશ્કેટાટ દોરડાથી બાંધેલી ચાર ગાયો મળી આવી હતી સ્થળે જોતજોતામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.

ઘટનાની આંબલીયારા પોલીસને જાણ કરવામાં આવતા આંબલીયારા પોલીસે ઘટના સ્થળે પહોંચી પીક અપ ડાલુ તથા ગાયો મળી કુલ રૂપિયા 3.20 લાખનો મુદ્દામાલ કબજે લઈ કસાઈઓની તપાસ હાથ ધરતાં બે કસાઈઓ (૧) ઝાઉલ જાકીર મુલતાની ( ૨) સુમેર ગુલાબ મુલતાની રહે રાણા સૈયદ તા મોડાસાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગાયોને પાંજરાપોળ મોકલી આપવા તજવીજ હાથ ધરી હતી.


Share

Related posts

વડોદરામાં ગણપતિની સવારી લઈ જતી વખતે બે જૂથ વચ્ચે પથ્થરમારો, 13 ની અટકાયત.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈને ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ધરણાં પર બેસી ગયા હતા.

ProudOfGujarat

મહારાષ્ટ્રમાં 11 વર્ષની બાળકી સાથે 9 લોકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!