અમેરીકાની ઘેલછામાં 9 ગુજરાતીઓ લાપતા થવાના કેસ મામલે અન્ય બે નામોની સંડોવણી સામે આવી છે. જેમાં એક નામ એનઆરઆઈનું સામે આવ્યું છે. વિજય પટેલનું નાન સામે આવ્યું છે જે આ લોકોને અમરીકામાં રિસીવ કરવાનો હતો.
પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પરીવારનોએ ફરીયાદ નોંધાવતા આ 9 લોકોનો મામલો સામે આવ્યો હતો. તેઓની હાલ કોઈ ભાળ નહી મળી રહી. તેઓ ક્યાં છે તે વિશે પણ કોઈ જાણતું નથી ત્યારે આ મામલે અનેક શંકા કુશંકાઓ સેવાઈ રહી છે. તેવા પ્રાંતિજ પોલિસ એજન્ટને પકડ્યા બાદ તપાસનો ધમધામટ શરુ કર્યો છે.
9 ના લોકેશન નથી મળી રહ્યા ત્યારે વિજય પટેલ સુધી પહોંચવાની કાર્યવાહી કરાતા આ મામલો સામે આવ્યો છે. તેની રીસીવ કરવાની જવાબદારી હતી અને તે માટે થઈને રુપિયાનું સેટીંગ પણ થયું હતું. વિજય પટેલ સુધી પહોંચવામાં આવે તો વધુ વિગતો મળી શકે છે. જોકે, આ મામલામાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે સ્થળ દર્શાવવામાં આવ્યું છે તેને પણ વેરીફાઈ કરવામાં આવશે.
પોલીસે હવે અમેરિકામાં રહેતા વિજય પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે. તેની પહોંચ માટે લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યું છે.