Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાબરકાઠાં જિલ્લામાં ચાઈનીઝ તુક્કલ દોરી,ચાઈનીઝ લોન્ચર અને ચાઇનીઝ લેન્ટર્સના ઉપયોગ ઉપર પ્રતિબંધ

Share

સાબરકાઠાંજિલ્લામાં ચાઈનીઝ તુક્કલ/દોરી,ચાઈનીઝ લોન્ચર અને ચાઇનીઝ લેન્ટર્સના ઉપયોગ ઉપર પ્રતિબંધ લગાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું આગામી ૧૪ જાન્યુઆરીના રોજ સમગ્ર જિલ્લામાં મકરસંક્રાંતિ પર્વની ઉજવણી થનાર છે. આ પર્વની અનુલક્ષીને જિલ્લામાં જાહેર માર્ગો રસ્તાઓ કે મકાનના ધાબા ઉપર ભયજનક રીતે લોકો પતંગ ઉડાડતા હોય છે. જેને લઈને વ્યક્તિઓમાં જાનનું જોખમ ઊભું થવાની સંભાવના રહેલી છે. આ પર્વના દિવસે શહેરી ગ્રામ્ય વિસ્તારમાં જાહેર માર્ગો ઉપર ગૌપાલકો દ્વારા જાહેરમાં ઘાસચારાનું વેચાણ તથા ઘાસચારો ખરીદ કરીને જાહેર રસ્તા ઉપર ગાયોને ખવડાવતા હોય છે. જેના કારણે જાહેર માર્ગો ઉપર ગાયો તથા બીજા પશુઓ દ્વારા ટ્રાફિક અવરોધ પેદા થતો હોય છે.ઘણા લોકો પતંગ ઉડાડવા માટે માંઝા અથવા દોરી કે નાયલોન અથવા અન્ય સીન્થેટીક મટીરીયલ અથવા સીન્થેટીક પદાર્થથી કોડેડ કરેલ હોય અને નોન-બાયોડીગ્રેડેબલ હોય તેવા દોરાનો ઉપયોગ કરતા હોય છે. આ દોરાઓ એકદમ ધારદાર હોવાના કારણે કોઈ વ્યક્તિને શરીરના કોઈ ભાગ ઉપર ઘસાવાથી શરીર ઉપર કાપાઓ પડે છે, જેના કારણે શારીરિક ગંભીર ઈજાઓ તેમજ કેટલાક કિસ્સાઓમાં વ્યક્તિનું મોત નિપજ્યા સુધીના ગંભીર બનાવો પણ બનતા હોય છે. તેમજ પક્ષીઓને ઇજાઓ થવાના અને તેના મોતના બનાવો પણ બને છે.

આ પર્વ નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં ચાઈનીઝ લોન્ચર,ચાઈનીઝ તુક્કલ,ચાઇનીઝ લેન્ટર્સ આકાશમાં ઉડાડવામાં આવતા હોય છે.તુક્કલમાં હલકી ક્વોલિટીની સળગી જાય તેવા વેક્સ પદાર્થોના કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે. તેમજ સરગતી તુક્કલ ગમે ત્યાં પડવાને કારણે જાન અને સંપત્તિને નુકસાન થાય છે. જેથી ઉપરોક્ત બાબતે સ્કાયલેન્ટર્ન તેમજ ચાઈનીઝ માંઝા/નાયલોન/પ્લાસ્ટિક દોરી, કાચ, મિશ્રિત તથા અન્ય હાનિકારક પદાર્થોની કોટિંગ કરેલ અને નોન બાયોડીગ્રેડેબલ દોરી તથા પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય હાનિકારક પદાર્થોના ઉપયોગથી મનુષ્ય,પશુ પંખી તેમજ પર્યાવરણને થતા નુકસાન આગજની કે તેવી અન્ય કોઈ દુર્ઘટના ન બને તે સારું આવી બાબતો નિવારવા માટે કેટલાક પ્રતિબંધક હુકમો જાહેર કરાયા છે. જેમાં કોઈપણ વ્યક્તિએ જાનનું જોખમ થાય તે રીતે જાહેર માર્ગ.રસ્તા ફૂટપાથ તેમજ ભયજનક ધાબા પર પતંગ ઉડાડવા પર.આમ જનતાની ત્રાસ થાય તે રીતે ખૂબ જ મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડવા ઉપર.

Advertisement

આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરીજનક લખાણો લખી પતંગ ઉડાડવા ઉપર. જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે કપાયેલા પતંગો અને દોરાઓ મેળવવા માટે લાંબા ઝંડાઓ, વાંસના બંબુઓ,લાંબી વાંસની પટ્ટીઓ ,લોખંડના કે કોઈપણ ધાતુના તારના લંગર બનાવી બનાવી આમ-તેમ શેરીઓ,ગલીઓ જાહેર રસ્તાઓ ઉપર દોડા દોડી કરવા ઉપર. રસ્તાઓ ઉપર ગલીઓમાં ટેલીફોન/ ઇલેક્ટ્રોનિકના બે તાર ભેગા થવાથી શોર્ટ સર્કિટના કારણે તાર તૂટી જવાથી અકસ્માતો સર્જાય ગંભીર બનાવો બનતા હોય છે. જેથી ટેલીફોન કે ઇલેક્ટ્રોનિકના તાર ઉપર વાંસડાઓમાં લોખંડ કે કોઈપણ ધાતુના તાર લંગર નાખવા ઉપર તેમજ તેમાં ભરાયેલ પતંગ કે દોરી કાઢવા ઉપર. પ્લાસ્ટિક.પાકા સિન્થેટિક મટીરીયલ, ટોક્સિન મટીરીયલ,કાચ પાઉડર તથા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરી તૈયાર કરેલ તથા નોન બાયોડીગ્રેડેબલ હોય તેવી દોરી.નાયલોન.ચાઈનીઝ માંઝા પાકા દોરા તથા પ્લાસ્ટિક બનાવટના માંઝા.દોરાના ઉત્પાદન,આયાત,ખરીદ, વેચાણ,સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા ઉપર/દોરાના ઉપયોગ કરી પતંગ ઉડાડવા ઉપર. ચાઈનીઝ લોન્ચર,ચાઈનીઝ તુક્કલ,ચાઈનીઝ લેન્ટર્ન, સ્ક્યાય લેન્ટર્નના ઉત્પાદન આયાત,ખરીદ વેચાણ,સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા ઉપર.ઉડાડવા ઉપર. મેટાલીક બેઝડ થ્રેડસ તથા ઓડિયો મેગ્નેટિક ટેપના ઉપયોગ ઉપર.આ હુકમ ૧૫ જાન્યુઆરી ૨૦૨૩ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ તથા જી.પી.એક્ટ ૧૯૫૧ની કલમ-૧૭૭,૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.


Share

Related posts

નડીયાદ જિલ્લામાં કોવિડ વેક્સિનેશનનો પ્રિકોશન ડોઝ આપવાનો આજથી પ્રારંભ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં રાણીપુરા મલ્ટી પર્પઝ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા મળી.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા પોલીસ તંત્ર દ્વારા અશ્વ, સ્વાન અને શશ્ત્રોનુ પુંજન કરાયું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!