અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં ભ્રષ્ટાચારની બદીએ માજા મૂકી છે મોટા ભાગની સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ સરકારી કામકાજ માટે જતા અરજદાર પાસેથી યેનકેન પ્રકારે રૂપિયા પડાવી ખિસ્સા ગરમ કરી રહ્યા છે અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના સખવાણીયા ગૃપ ગ્રામ પંચાયતના તલાટી જયેશ પરમારને સાબરકાંઠા એસીબીએ એક હજાર રૂપિયાની લાંચ લેતો દબોચી લેતા એસીબીની ટ્રેપથી લાંચિયા તલાટીના મોતિયા મરી ગયા હતા સખવાણીયા ગ્રામ પંચાયતના તલાટી જયેશ ભાઈ જોરદાર લાંચ લેવી ભારે પડી હતી જીલ્લામાં ફરજ બજાવતા લાંચિયા તલાટીઓમો ફફડાટ ફેલાયો છે.
માલપુરના સખવાણીયા ગૃપ ગ્રામ પંચાયતના તલાટીને એક હજારની લાંચ લેતાં એસીબી એ રંગે હાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક મહિલાને લગ્ન નોંધણીના સર્ટીફીકેટની જરૂરિયાત હોય તે લેવા માટે ગ્રામ પંચાયતમાં ગઈ હતી ત્યારે તલાટીએ જણાવેલું કે લગ્ન ઘણા લાંબા સમય પહેલાં થયેલા હોવાથી રેકર્ડ શોધવું પડશે તેમ કહી લાંચ માગી હતી જે જાગૃત મહિલાએ આ અંગે એસીબી ને જાણ કરી છટકું ગોઠવીને તલાટીને લાંચ લેતાં આબાદ રીતે ઝડપી પાડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સખવાણીયા ગૃપ ગ્રામ પંચાયતમાં એક મહિલા લગ્ન નોંધણીના સર્ટીફીકેટની જરૂરિયાત હોય તે લેવા માટે ગઈ હતી ત્યારે તલાટીએ મહિલાને જણાવ્યું હતું કે 2014 માં લગ્ન થયેલા હોવાથી જૂનું રેકર્ડ શોધવું પડશે આથી તલાટીએ 1 હજાર રૂપિયાની માંગણી કરી હતી જે જાગૃત મહિલા આપવા માંગતી ન હોઈ એસીબી માં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. એસીબી એ છટકું ગોઠવી ને સખવાણીયા ગૃપ ગ્રામ પંચાયતના તલાટી જયેશભાઈ જેઠાભાઈ પરમાર ને તેમની ચેમ્બરમાં એક હજારની લાંચ લેતાં રંગે હાથે ઝડપી પાડી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.