Proud of Gujarat
FeaturedGujaratINDIA

હમ નહિ સુધરેગે: પોશીના તાલુકાના નાડા ગામે મોટી સંખ્યામાં લોકો લગ્નના વરઘોડામાં નાચતા કોરોના ગાઇડ લાઇન વિસરાઇ..!

Share

સાબરકાંઠાના પોશીના તાલુકાના નાડા ગામમાં એક વરધોડાનો વીડિયો હાલ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં કોરોના મહામારીમાં ડીજેના તાલે મન મુકીને લોકો ઝૂમ્યા છે. તેમાં લોકો કોરોના મહામારી ભૂલ્યાની સ્થિતી જોવા મળે છે. તેમાં વીડિયો જોઇ લાગે છે કે આ લોકોના કારણે ત્રીજી વેવ ફાટી નિકળે તો નવાઇ નહી. મોટી સંખ્યામાં લોકો લગ્નના વરઘોડામાં નાચ્યા છે. જેમાં કોરોના ગાઇડ લાઇન વિસરાઇ ગઇ છે.
કોરોનાને લઇને લોકોમાં હજુ પણ બેદરકારી ભર્યું વર્તન જોવા મળે છે. જેમાં સાબરકાંઠાના પોશીના તાલુકાના નાડા ગામ વિસ્તારમાં વરઘોડાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં લોકો માસ્ક વગર એકબીજાને અડોઅડ રહી નાચી રહ્યાં છે.ખેરોજ પોલીસે વાયરલ વીડિયો આધારે તપાસ હાથ ધરી છે. અને કસૂરવાર સામે આઈપીસી અને એપેડેમીક એક્ટ મુજબ કાર્યવાહી કરાશે. તેમ ખેરોજ પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એમ.વાઘેલાએ જણાવ્યું છે.

Advertisement

Share

Related posts

વડોદરામાં ઘાયલ પક્ષીઓની નિ:શુલ્ક સારવાર માટે પશુ ચિકિત્સક સહિત સાત એમ્બ્યુલન્સ વાન ખડેપગે.

ProudOfGujarat

વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયા ધામ નજીકની અજંતા ઈન્ડસ્ટ્રીઝમાં આવેલા એમ્બ્રોઈડરી, ટીએફઓ અને લુમ્સના ખાતામાં આગ લાગી.

ProudOfGujarat

વડોદરા કલેક્ટર કચેરી ખાતે સૈનિક કલ્યાણ અર્થે ફાળો આપનારને કરાયા સન્માનિત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!