અંકલેશ્વરથી દેડિયાપાડા બસમા મુસાફરોની દયનિય હાલત જોવા મળે છે. આ બસમાં ખીચોખીચ મુસાફરો ભરેલી બસનું વરવું દ્રશ્ય તંત્ર માટે શરમ ઉપજાવે તેવું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર થી દેડિયાપાડા નાની બેડવાણ સુધી આવતી સાંજે ૬: ૫૦ વાગ્યાની બસમા કાયમ માટે મુસાફરોને ઘણી તકલીફ વેઠવી પડતી હોય છે. મુસાફરોને ઠેક સુધી ખડે પગે ઉભા ઉભા દેડિયાપાડા સુધી આવે છે. તો માર્ગ વિભાગના મંત્રી અને અધિકારીઓને મુસાફરો જણાવે છે કે આવનાર દિવસોમાં બીજી કોઈ બસની સુવિધા કરવી જોઈએ. આ બસમાં અપડાઉન કરતા નોકરિયાત કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, મહિલાઓ, વૃદ્ધો મુસાફરી કરતા હોય છે. પૈસા ખર્ચીને બે કલાક ઉભા રહેવાની શારીરિક સજા ભોગવતા મુસાફરોને તકલીફ ના વેઠવી પડે એ માટે આ રૂટ પર વધુ બસો મુકવાની માંગ ઉઠી છે. ઉભા ઉભા મુસાફરી કરતા લોકો માટે તંત્ર માટે આ શરમજનક ઘટના કહેવાય.
Advertisement
દીપક જગતાપ, રાજપીપલા