Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલાની સરસ્વતી અને ઓમ ગૌરી બંને હોટલ પર એસ.ઓ.જી પોલીસની રેડ.

Share

રાજપીપલા ખાતે આવેલ હોટલ સરસ્વતી અને વાવડી ખાતે આવેલ ઓમ ગૌરી હોટલ પર એસઓજી પોલીસે સઘન ચેકીંગ હાથ ધરતા દોડધામ મચી જવા પામી હતી. જેમાં પથિક સોફ્ટવેરમા એન્ટ્રી ઑનલાઇન નહિ કરી અને નમુના મુજબના ઉતારૂઓના રજીસ્ટરમાં નિયત કોલમ મુજબ નોંધ નહિ કરતા કાર્યવાહી બંને હોટલના મેનેજરની અટકાયત કરી તેમની સામે કાર્યવાહી હાથ ધરતા હોટલ માલિકો ફફડી ઉઠ્યા હતા.

આ અંગે રાજપીપલા પોલીસ મથકમાં બે અલગ અલગ ફરિયાદો ફરીયાદી કે.ડી. જાટ પોલીસ ઈન્સ્પેકટર એસ.ઓ.જી.શાખા જી.નર્મદાએ આરોપીઓ
અજીતભાઇ બચુભાઇ વસાવા હાલ (રહે.ચિત્રાવાડી તા.નાંદોદ જી.નર્મદા મુળ રહે.નારી તા.જી.ભાવનગર) અનેઓમ ગૌરી હોટલ વાવડીના મેનેજર નિલકંઠભાઇ જીતેંદ્રભાઇ પટેલ (રહે.વાવડી તા.નાંદોદ)સામે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

ફરિયાદની વિગત અનુસાર આરોપી અજીતભાઇ બચુભાઇ વસાવા (હાલ રહે.ચિત્રાવાડી તા.નાંદોદ જી.નર્મદા મુળ રહે.નારી તા.જી.ભાવનગર)એ હોટલ સરસ્વતીના મેનેજર તરીકે એસ.ઓ.જી. નર્મદા તરફથી પથિક સોફ્ટવેરનો આઈ.ડી. તથા પાસવર્ડ આપી સોફ્ટવેર અંગે મે.જીલ્લા મેજીસ્ટ્રેટ નર્મદા તરફથી જાહેર કરેલ જાહેરનામાનો અમલ કરવા સુચના કરેલ હોવા છતાં આ ઈસમે હોટલ સરસ્વતીના મેનેજર તરીકે રહી પથિક સોફ્ટવેરમાં ચાલુ માસે રીશેપ્શન કાઉન્ટર ઉપર મુકેલ રજીસ્ટરમાં તા.૧/૯/૨૦૨૧ થી તા.૧૭/૯/૨૦૨૧ સુધીની મુસાફરોના ર૨૩ થી ૨૭૧ નામોનોંધ કરવામાં આવેલ હોવા છતાં પથિક સોફટવેરમાં એકપણ એન્ટ્રી ઑનલાઇન નહિ કરી તેમજ પોતે નમુના મુજબના ઉતારૂઓના રજીસ્ટરમાં નિયત કોલમ મુજબ નોંધ નહિ કરી પથિક સોફ્ટવેર અંગે મે.જીલ્લા મેજીસ્ટ્રેટ નર્મદા તરફથી જારી કરેલ જાહેરનામા ક્રમાંક :એમએજી/જાહેરનામું/વશી/૭૦૨૨-૫૦/૨૦૧૯ તા.૧૯/૧૦/૨૦૧૯ મુજબના જાહેરનામાનો ભંગ કરી ગુનોકરતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોટલ સરસ્વતીના મેનેજરની અટક કરતા ચકચાર મચી જવા પામી છે.

જયારે ઓમ ગૌરી હોટલ વાવડીના મેનેજર નિલકંઠભાઇ જીતેંદ્રભાઇ પટેલ (રહે.વાવડી તા.નાંદોદ)સામે પણ આજ પ્રકારના ગુના અંગે રેડ કરતા ઓમ ગૌરી હોટલ વાવડીના મેનેજર નિલકંઠભાઇ જીતેંદ્રભાઇ પટેલ (રહે.વાવડી તા.નાંદોદ)એ સોફટવેરમાં એકપણ એન્ટ્રી ઑનલાઇન નહિ કરી તેમજ પોતે નમુના મુજબના ઉતારૂઓના રજીસ્ટરમાં નિયત કોલમ મુજબ નોંધ નહિ કરી પથિક સોફ્ટવેર અંગે જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા બન્ને હોટલ મેનેજરની એસઓજી પોલીસે અટકાયત કરી કે.ડી. જાટ પોલીસ ઈન્સ્પેકટર એસ.ઓ.જી.શાખા નર્મદાએ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરતા હોટલ માલિકોમા ફફડાટ ફેલાયો છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

નડિયાદ બસ સ્ટેન્ડથી પાંચ કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ટ્રાફીકને અડચણરૂપ વાહનો ટોઇંગ કરાશે..

ProudOfGujarat

અંકલેશ્વર : ગુજરાત પોલીસ કર્મીઓનાં ગ્રેડ પે વધારવાની માંગ સાથે રાજપૂત કરણી સેનાએ આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

દ્રૌપદી મુર્મૂએ દેશના રાષ્ટ્રપતિ બની રચ્યો ઈતિહાસ,પોતાના જીવન સફરની કરી વાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!