Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

રિઝર્વ બેંક બેન્કિંગ સિસ્ટમમાં ૧ લાખ કરોડ ઠાલવશે

Share

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા બેન્કીંગ સિસ્ટમમાં એક લાખ કરોડ ટુંકાગાળા માટે ઠાલવશે. નાણાકીય વર્ષના અંતમાં સામાન્ય રીતે રૂપિયાની તંગી પડતી હોય છે. ત્યારે નાણા ઠાલવવામાં આવે છે. આ પગલાના કારણે ટુંકાગાળાના રેટ નિયંત્રણ હેઠળ રહેશે. અને ઋણ લેનારી કંપનીઓને ફાયદો થશે.

આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્ું હતુંકે તરલતા માટેની વધારાની માંગને પહોંચી વળવા માટે તેના બેન્કીંગ સિસ્ટમને ફલેકસીબીલીટી આપવા માટે વધારાન નાણા ઉમેરવામાં આવશે. સેન્ટ્રલ બેન્ક આ હેતુ સિધ્ધ કરવા માટે જુદા જુદા રસ્તા અપનાવશે. જેમાં તેની સામાન્ય લિકિવીડીટી એડજેન્સટમેન્ટ ફેસીલીટી કામગીરી પણ ચાલુ રહેશે. મંગળવારથી શરૂ થઈને આરબીઆઈ ચાર વેરીએબલ રેપો ઓપરેશન્સ કરશે જેમાં દરેકમાં રૂા.૨૫૦૦૦ કરોડની મુડી સંકળાયેલી હશે.

Advertisement

કેન્દ્રીય બેન્કે એક નિવેદનમાં જણાવ્યુ હતું કે, હાલની સ્થિતિનો અભ્યાસ કર્યા બાદ તથા બેન્કીંગ સિસ્ટમમાં તરલતાની સ્થ્ત પર નજર નાખ્યા પછી એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે લાંબા સમયબાદ માટે વેરિયેબલ રેટ રેપો ઓપરેશન્સ કરવામાં આવશે. તેનાથી ચાલુ મહીના પછી થશે. આ પગલાંથી શોર્ટ ટર્મ રેટમાં ઘટાડો થશે જેમાં ટ્રેઝરી બિલ્સ અને કોલ મનીનો સમાવેશ થાય છે. રેટીંગ એજન્સી ઈકરાએ જણાવ્ું હતું કે આરબીઆઈ દ્રારા તરલતા વધારવાની પ્રસ્તાવીક યોજનાથી શોર્ટ ટર્મ રેટને નિયંત્રણમાં રાખવામાં મદદ મળશે. આરબીઆઇ લોંગ ટર્મ રેપોરનો ઉપયોગ કરીને એક લાખ કરોડની વધારાની તરલતા ઉમેરશે. જે રેપો પ્રક્રિયા ૩૧ માર્ચ ૨૦૧૮ આગળ પણ લંબાશે. તેણે કહ્યું કે આ કેપીટલ ઈન્ફયુઝનથી મહિનાના બાકીના સમયગાળા દરમિયાન રેટમાં વોલેટિલીટી ઘટાડવામાં મદદ મળશે.
ટંુકાગાળામાં રેટ નિયંત્રણ હેઠળ લાવવામાં સફળતા મળશે તો આવી સ્થિતીમાં ઋણ લેનારી કંપનીઓને પણ સારો ફાયદો થશે.


Share

Related posts

લોકડાઉન દરમિયાન બાળકોને અભ્યાસનો મહાવરો ચાલુ રાખવા નવા નદીસર ગામની શાળામાં નવતર પ્રયોગ તમામ બાળકોને માઈક્રોસોફ્ટ ટીમનાં આઈડી બનાવી વર્ચ્યુઅલ કલાસરૂમમાં જોડયા.

ProudOfGujarat

સુરત : બિલ્ડર ગૌતમ પટેલના અપહરણ મામલે વરાછાના ઉદ્યોગપતિ મહેશ સવાણીના ચાર સાગરીતોની પોલીસે ધરપકડ કરી.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકામાં કમોસમી વરસાદથી લગ્ન મંડપ તુટી પડયો.

ProudOfGujarat
error: Content is protected !!