રાજપીપળા, આરીફ જી કુરેશી
ગત સપ્તાહે સ્કૂલ કક્ષાની ચિત્ર સ્પર્ધામાં દેવ શાહ પ્રથમ આવ્યા બાદ શુક્રવારે તાલુકા કક્ષાની ચિત્ર સ્પર્ધામાં પણ પ્રથમ આવ્યો.
રાજ્ય સરકાર દ્રારા હાલ ગાંધીજી ની 150 મી જન્મ જયંતિ નિમિતે અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા હોય જેમાં સ્કૂલોમાં હરીફાઈઓ દ્રારા વિદ્યાર્થીઓમાં રહેલી આવડત બહાર લાવવા કલા મહોત્સવ સ્પર્ધા દ્રારા વક્તૃત્વ, નિબંધ, ચિત્ર સ્પર્ધા જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હોય રાજપીપળા ની રાજેન્દ્ર હાઈસ્કૂલ દ્રારા પણ આ તમામ સ્પર્ધા માં બાળકો એ ભાગ લીધો હતો જેમાં ગત સપ્તાહે ચિત્ર સ્પર્ધા માં રાજેન્દ્ર હાઈસ્કૂલ માં ધોરણ 11 અ માં અભ્યાસ કરતા દેવ શાહ એ “પ્લાસ્ટિક મુક્ત ભારત” નામનું એક સુંદર મેસેજ આપતું ચિત્ર દોરી પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો ત્યારબાદ આજે શુક્રવારે આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ તાલુકા કક્ષા એ પણ આગળ વધતા જેમાં પણ પ્લાસ્ટિક મુક્ત ભારત ની થીમ પર વધુ એક સુંદર મેસેજ આપતું ચિત્ર દોરી તાલુકા કક્ષા એ પણ પ્રથમ નંબર મેળવી ઇનામ પ્રાપ્ત કરી શાળા અને તાલુકાનું નામ વધાર્યું હતું હવે દેવ ભરત શાહ જિલ્લા કક્ષા એ બાજી મારવા તૈયારી કરી રહ્યો છે.