હાલ કોરોનાની મહામારીથી દેશમાં લોક ડાઉન 4 અમલમાં છે ત્યારે વિશ્વની સૌથી ઊંચી બનાવવામાં આવેલી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ આવેલી જમીન પર મહોર મારવા સરકાર દ્વારા લોક ડાઉનમાં પણ ફેસિંગ કરવાની કામગીરીની શરૂઆત કરવામાં આવતા 6 ગામનાં આદવાસી અને પોલીસ વચ્ચે તું તું મે મે સર્જાતા મામલો ઉમરગામથી અંબાજી સુધી વસેલા આદિવાસીઓએ સોશીયલ મીડિયામાં સરકાર પર આક્ષેપ કરી રોષે ભરાયા હતા. જે બાબતે આજે કોંગ્રેસનાં 8 જેટલા ધારાસભ્ય જિલ્લા કલેક્ટર કચેરી જઈ આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ધારાસભ્ય પી.ડી.વસાવા અને કોંગ્રેસનાં અન્ય ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પાઠવેલા એક પત્રમાં જણાવ્યુ હતુ કે, છેલ્લા ઘણા સમયથી સરદાર સરોવર નર્મદા ડેમનાં અસરગ્રસ્તોને તંત્ર દ્વારા ઘણી જ કનડગત થઇ રહી છે. પોલીસ દ્વારા આદિવાસીઓ અત્યાચાર ગુજારવામાં આવે છે. ખોટા ખોટા કેસ કરવામાં આવે છે. અમાનવીય વર્તન કરવામાં આવી રહ્યુ છે. તેનું તાત્કાલીક નિરાકરણ આવવુ જોઇએ. તેઓએ વિવિધ માંગણી કરતાં જણાવ્યુ હતુ કે, અસરગ્રસ્ત ગામના ખેડુતોનાં કબજામાં જે જમીનો છે તે જમીનો ખેડુતો પાસે જ રહેવી જોઇએ. સરકાર અને નર્મદા નિગમ દ્વારા જમીન અધિગ્રહણ અધિનિયમ હેઠળ યોગ્ય કાર્યવાહી વિના જમીન સંપાદન ન કરવી જોઇએ. લોકડાઉનનાં સમયે આદિવાસી પરિવારો ઉપર અત્યાચાર કરીને જે ફેન્સીંગનું કામ કરવામાં આવી રહ્યુ છે તે તાત્કાલીક બંધ કરવુ. સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ તેમજ નર્મદા નિગમ દ્વારા પ્રવાસન વિકાસ સંદર્ભમાં નિર્ણાયક બાબતોમાં સ્થાનિક આગેવાનો તેમજ હોદ્દેદારોનો વિશ્વાસ સંપાદન કરીને કાર્ય કરવુ જોઇએ. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવેલા નવાગામ, લીમડી, વાગડીયા, કેવડિયા, ગોરા, કોઠી, ગભાણા વગેરે ગામોના મુદ્દે શરૂ થયેલા જંગમાં પી.ડી.વસાવાની સાથે નિઝરનાં ધારાસભ્ય સુનિલ ગામીત, વ્યારાના ધારાસભ્ય પુનાજી ગામીત, વાસદના ધારાસભ્ય અનંત પટેલ, માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી, પૂર્વ સાંસદ અમરસીંગ ઝેડ ચૌધરી, ભીલોડના ધારાસભ્ય અનીલજોશીયારા,ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા, પાવીજેતપુરના સુખરામ રાઠવા મેદાનમાં આવી ગયા છે. ગુજરાતનાં કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યો અને આદિવાસી આગેવાનોએ વહીવટદાર સાથે કેવડિયા મુદ્દે સર્કિટ હાઉસ ખાતે મિટિંગ કરી હતી. ત્યારબાદ ધારાસભ્યો પરિસ્થિતિનો તાગ મેળવા માટે કેવડિયા જઇ રહ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા તેઓને આદર્શ નિવાસી શાળા પાસે રોકવામાં આવતા ધારાસભ્યો અને આગેવાનોએ રસ્તા ઉપર બેસી ગયા હતા. તેઓએ ભારે સૂત્રોચ્ચાર કરીને ચક્કાજામ કર્યો હતો. પોલીસ અને આગેવાનો વચ્ચે ઉગ્ર બોલબોલી પણ થઇ હતી. આખરે પોલીસે તમામની અટકાયત કરી હતી, તેઓને પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવાયા હતા. આ ઘટના બાબતે ધારાસભ્યો મીડિયા સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો કે જો અમારી સાથે આવું વર્તન પોલીસ દ્વારા કરવામાં આવે છે અમારા આદિવાસીઓ સાથે કેવો વર્તન થતો હશે. સુખરામ રાઠવાએ તો જેલ ભરો આંદોલનની તૈયારી સરકારને બતાવી છે તેમને જણાવ્યું કે આદિવાસીઓ ગોભણથી લડનારો માણસ છે પછી પોલીસ અમારા સમાજની કેમ ના હોય તેમના પણ માથા ફૂટશે.” જય ભીમ કા નારા હૈ..ભારત દેશ હમારા હૈ સરકાર હમસે ડરતી હૈ ઇસલિએ પોલીસ કો આગે કરતી હૈ” ના નારા સાથે તમામ આદિવાસી ધારાસભ્યો રાજપીપળાથી કેવડીયા પગપાળા જવા રવાના થયા હતા. મહિલા આદિવાસી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાએ પોલીસને વાંઢાઓ કહી તેમનાં પર રોષ ભરાયા હતા અને ભાજપ સરકારમાં વાંઢઓનો વિકાસ વધારે થયો છે એટલે અમારી આદિવાસી મહિલાઓ પર લાઠીઓ વર્ષાવી તેમ કહી પોલીસને રસ્તા વચ્ચે આડે હાથ લીધી હતી.
મોન્ટુ શેખ, રાજપીપળા
Advertisement :