Proud of Gujarat
FeaturedGujaratINDIALifestyleUncategorized

ગામડાના રામ મંદિરમાં હવે કોંગ્રેસ આરતી – શણગાર તથા પૂજાનો સામાન આપશે

Share

ગુજરાતની ધારાસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ અને તેના અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોફટ હિન્દુત્વ અપનાવીને ભાજપને તેના જ હથીયારથી મહાત કરવાની જે વ્યુહ રચના અપનાવી તે પ્રાથમીક રીતે સફળ રહ્યા બાદ હવે ભાજપ પાસેથી રામ મંદિર મુદો જ છીનવી લેવા ચાલાકી પુર્વકની વ્યુહ રચના તૈયાર કરી છે. જેનાથી હવે ભાજપે આગામી સમયમાં વધુ ચિંતા કરવી પડશે.

કોંગ્રેસ ટ્રીપલ તલ્લાક્ના મુદાને ટેકો આપવાની સાથે જ મુસ્લીમ શૌહરને જેલસજા સામે જે વિરોધ કર્યો તેનાથી મુસ્લીમ સમુદાય અને ખાસ કરીને મુસ્લીમ અગ્રણીઓમાં સારો સંદેશ (મતની દ્રષ્ટિએ) ગયો છે તો હવે ગુજરાત કોંગ્રેસનાં નવા વરાયેલા વિપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીએ એક માસ્ટર સ્ટ્રોકમાં દરેક નાના ગામમાં શ્રીરામ સુર્યોદય સંધ્યા આરતી કમીટી બનાવવાની જાહેરાત કરી છે શ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે દરેક ગામના ચોરામાં રામમંદિર એ આપણી સંસ્કૃતિ છે. અમો સૌરાષ્ટ્રથી પ્રારંભ કરી રહ્યા છીએ જેમાં 15 દિવસ આ મંદિરની રોજ બે વખત આરતી કરે તેને અમો પુજા આરતી સામગ્રી આપશું. આ રામ મંદિરનું ર્જીણોધ્ધાર કરીને ગામના પાદરે ગોધુલી સમયે ઝાલર વાગે અને ગ્રામ્ય સંસ્કૃતિ જીવંત થાય તે અમારી નેમ છે. આજ કાલનાં સમયમાં આ રામ મંદિરની કાળજી લેવાતી નથી.

Advertisement

આથી જે વ્યકિત આ રામ મંદિરનું એક સપ્તાહ સુધી દૈનિક બે આરતી સાથે કાળજી લેવા આગળ આવે તેને અમો આરતી-પુજા સામગ્રી આપશું જયાં શંખ-ઝાલર આરતી અને ડ્રમ તથા મંદિરને સુશોભનની સામગ્રી હશે અને ગામોમાં એક મંદીર કમીટી આ મંદિરની સારસંભાળ લેશે શ્રી ધાનાણીએ કહ્યું કે અમારા ગામમાં જ રામમંદિર છે પણ ત્યાં જનારાઓની સંખ્યા ઘટી છે.કોંગ્રેસ પક્ષે સોમનાથમાંથી શંખ જસદણ પાસેથી ડ્રમ, અને ભાવનગર નજીકથી આરતી સામગ્રી મેળવી છે અને તે કમીટીને સોંપી છે.ધાનાણી કહે છે કે અમારી આ સામાજીક ઝુંબેશ છે ગામનાં યુવાનો ગામ સાથે જોડાય તે અમારી લાગણી છે. કોંગ્રેસ ચૂંટણીમાં જે રીતે રાહુલ ગાંધીના મંદીર દર્શનથી તે ફકત મુસ્લીમ તરફી છે તેવી છાપ સારી રીતે ભુસી છે.

સૌજન્ય(સાંજ સમાચાર)


Share

Related posts

ભરૂચ : સીતપોણ ગામની સીમમાં આકાશી વીજ ત્રાટકતા 43 બકરાનાં મોત…

ProudOfGujarat

જામનગરમાં એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ ખાતે ‘ઇન્ડોર ગેમ્સ કોમ્પલેક્ષ’નું ઉદ્ઘાટન કરાયું

ProudOfGujarat

ભરૂચ : લુપ્ત થતી સંસ્કૃત ભાષાને જીવતદાન આપવાનો રીટાર્યડ આર્મી જવાનનો અનોખો પ્રયાસ…

ProudOfGujarat
error: Content is protected !!