Proud of Gujarat
FeaturedGujaratINDIA

છત્તીસગઢનાં મહાસમુંદ જિલ્લામાં ઈંટના ભઠ્ઠામાં કામ કરતા 5 મજૂરોના શ્વાસ રૂંધાવાથી મોત નીપજ્યા

Share

છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામાં એક ઈંટના ભઠ્ઠામાં શ્વાસ રૂંધાવાથી 5 મજૂરોના મોત થઈ ગયા છે અને એક અન્ય બીમાર થયો છે. પોલીસ અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે, જિલ્લાના ગઢફૂલઝર ગામમાં ઈંટ ભઠ્ઠાની ઉપર સૂઈ રહેલા 5 મજૂરોના શ્વાસ રૂંધાવાથી મોત થઈ ગયા છે. તેમણે જણાવ્યું કે, પોલીસને માહિતી મળી હતી કે, મંગળવારે રાત્રે છ મજૂરો માટીની ઈંટો પકવવા માટેના ચબૂતરા પર સૂઈ ગયા હતા અને તેમાં આગ લાગી ગઈ હતી.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, બુધવારે સવારે જ્યારે અન્ય મજૂરોએ તેમને ઉઠાડ્યા ત્યારે તેઓ ન ઉઠ્યા ત્યારે મજૂરોએ આ અંગે અન્ય ગ્રામજનો અને પોલીસને જાણ કરી હતી. પોલીસે જણાવ્યું કે, માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને પાંચેય મૃત મજૂરોના મૃતદેહો અને બીમાર મજૂરને હોસ્પિટલ મોકલી આપ્યા. પોલીસને શંકા છે કે, મજૂરોનું મોત શ્વાસ રૂંધાવાને કારણે થયું છે. તેમણે જણાવ્યું કે આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement

આ તમામ મજૂરો ગઢફુલઝર ગામના રહેવાસી છે. ઘટનાને પગલે સમગ્ર ગામમાં શોકનો માહોલ છે. બસના પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ કુમારી ચંદ્રકરે જણાવ્યું કે, ઘટના સમયે ઈંટોના ભઠ્ઠા પર મજૂરો સૂઈ રહ્યા હતા. પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે, જ્યાં મજૂરો સૂતા હતા તે ઈંટના ભઠ્ઠામાં કાચી ઈંટો પકવવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ત્યાંથી નીકળતા ધુમાડાને કારણે પાંચ મજૂરોના શ્વાસ રૂંધાવાથી મોત થયા છે.


Share

Related posts

વડોદરા જિલ્લાના વિવિધ સ્થળોએ અસંગઠીત શ્રમયોગીઓ માટે મતદાન જાગૃતિ શિબિર યોજાઇ.

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા કાટા સાયણમાં પ્રવેશોત્સવ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ:ચોરી થયેલ ટ્રક તથા આરોપીને ઝડપી પાડતી વેડચ પોલીસ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!