Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજસ્થાનના જોધપુરમાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ અથડામણ, 5 ના મોત, 32 ઘાયલ

Share

રાજસ્થાનના જોધપુર જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો. મથાનિયા બાયપાસ પાસે બસ અને ટ્રક વચ્ચે સામસામે અથડાતાં આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 32 થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક વધી શકે છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માત બપોરે 3.30 વાગ્યે મથાનિયા બાયપાસ પાસે થયો. તેમણે કહ્યું કે બસ ઓસિયાનથી જોધપુર જઈ રહી હતી. અધિકારીઓએ જણાવ્યું કે નજીકના ગ્રામજનોએ બસમાં ફસાયેલા મુસાફરોને બચાવ્યા અને હોસ્પિટલ લઈ ગયા. તેમણે કહ્યું કે આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે અને લગભગ ત્રણ ડઝન લોકો ઘાયલ થયા છે.

Advertisement

પોલીસના જણાવ્યા અનુસાર, ઘાયલોમાંથી છ ને જોધપુરની એમડીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના મથાનિયાની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

દુર્ઘટના બાદ મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોતાનો બીજો કાર્યક્રમ રદ્દ કર્યો અને ઘાયલોની ખબર-અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા. તેમણે તબીબોને સૂચના આપી હતી કે ઘાયલોની તાત્કાલિક સારવાર કરવામાં આવે.


Share

Related posts

પર્યાવરણના કાયદાના ભંગ બદલ અંકલેશ્વરની એન સી ટી ને કલોસર આપવાની માંગણી…

ProudOfGujarat

મોટરીંગ પબ્‍લીકની સગવડતા માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઇન AUCTION શરૂ

ProudOfGujarat

ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતિસિંહ વસાવાએ દેડિયાપાડા સાગબારા તાલુકાનાં વિજ પ્રશ્નો અંગે ઉર્જા મંત્રી સૌરભ પટેલને પત્ર લખ્યો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!