રાજસ્થાનના બાડમેર-જોધપુર હાઈવે પર બુધવારે સવારે પચપદરા પોલીસ મથક હદના ભાંડિયાવાસ પાસે ખાનગી બસ ટેન્કર ટ્રેલર સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બસમાં સવાર 12 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. અકસ્માત બાદ બાડમેર-જોધપુર હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો. બસમાં અકસ્માત સમયે 25 લોકો સવાર હતા. માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા.
બાડમેર-જોધપુર હાઈવે પર બસ અને ટેન્કર ટ્રેલર વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે બસમાં આગ લાગી ગઈ હતી. પોલીસ અને પ્રશાસન ઘટના સ્થળે પહોંચીને 10 લોકોને બહાર કાઢવામાં સફળ રહ્યા હતા તેઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસ બલોત્રાથી લગભગ 9.55 વાગ્યે નીકળી હતી. આ દરમિયાન હાઈવે પર ટેન્કર ટ્રેલર અને બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જે બાદ બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી, આગ એટલી વિકરાળ હતી કે થોડીવારમાં બસ બળીને રાખ થઈ ગઈ હતી.
રાજસ્થાન : બાડમેર-જોધપુર હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો.
Advertisement