નર્મદા જિલ્લામાં યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનીષ કુમારની અધ્યક્ષતામાં ભારત દેશને સ્વતંત્રતા પ્રાપ્ત થયાને ૭૫ વર્ષ પૂર્ણ થતાં સેલિબ્રેશનના ભાગરૂપે રાષ્ટ્રીય યુવા મોરચાના યશસ્વી અધ્યક્ષ શતેજસ્વી સૂર્યાના માર્ગદર્શનથી ગુજરાત રાજ્યમાં કુલ ૧૩૪ સ્થળે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું તે અંતર્ગત નર્મદા જિલ્લાના વડામથક રાજપીપલા ખાતે મેરેથોન દોડનું આયોજન કર્યું હતું.
તદુપરાંત રાષ્ટ્રીય યુવા મોરચાના ઉપાધ્યક્ષે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં યુવા સંગઠન એક થઈ રહ્યું છે એકતા લાવી રહ્યા છે આત્મ નિર્ભર તરફ આગળ વધી રહ્યા છે અને આ દેશના યુવાનો રાષ્ટ્રવાદ તરફ એક જૂથ થઈ રહ્યા છે દેશના બધા જ યુવાનોની આશા રામ મંદિર રામ ભૂમિ પર બનવું જોઈએ તે અપેક્ષા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શ્રી રામ જન્મ ભૂમિ પર બની રહેલ રામ મંદિર નિર્માણની વિશેષ ચર્ચા હાથધરી માર્ગદર્શન આપ્યું હતું. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે જણાવ્યું હતું કે હું ગૌરવ અનુભવું છું કે આ કાર્યક્રમના મને ગુજરાત રાજ્યના પ્રભારી બનાવ્યા જે જમીનથી સરદાર વલ્લભભાઈ પટેલ આવે છે અને દેશના લોકપ્રિય નેતા નરેન્દ્રભાઇ મોદી આવે છે.
જે આ પ્રસંગને ભવ્ય બનાવવા બદલ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનીષ કુમાર ગુજરાત પ્રદેશના યુવા મોરચાના મહામંત્રી કૌશલભાઈ દવે, જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા અગ્રણી નીલ રાવ, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ ગૌરાંગભાઈ બારીયા, જિલ્લા મહામંત્રી વિક્રમભાઈ તડવી, જિલ્લા મીડિયા સેલના કન્વિનર રાજેશભાઈ ચૌહાણ, તાલુકા પ્રમુખ બાલુભાઈ બારીઆ, અરવિંદભાઈ પટેલ, અજીતભાઇ પરીખ અને અસંખ્ય યુવા મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
જ્યોતિ જગતાપ, રાજપીપલા