Proud of Gujarat
FeaturedGujaratINDIA

તા. ૨૫ મી એ સરદાર સરોવર-નર્મદા ડેમની જળ સપાટી સાંજે ૪-૦૦ કલાકે ૧૩૮.૩૧ મીટરે નોંધાઇ.

Share

રાજપીપળા, આરીફ જી કુરેશી

નર્મદા ડેમમાં ૧,૯૧,૯૭૪ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૧,૫૯,૮૮૮ ક્યુસેક પાણીનો આઉટફલો : ડેમના ૧૦ દરવાજા ખોલાયાં.૨૪ કલાકમાં ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૯,૩૦૮ અને કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા ૫,૧૪૩ મેગાવોટ વિજ ઉત્પાદન.

Advertisement

રાજપીપલા, નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોનીના સરદાર સરોવર-નર્મદા ડેમ ખાતે આજે તા. ૨૫ મી સપ્ટેમ્બર, ૨૦૧૯ ને બુધવારના રોજ સાંજે ૪:૦૦ કલાકે ડેમની જળ સપાટી ૧૩૮.૩૧ મીટરે સપાટી નોંધાઇ હોવાના અહેવાલ કેવડીયા કોલોની ખાતેના નર્મદા ફ્લડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. તેની સાથોસાથ આજે સાંજે ૪:૦૦ કલાકે નર્મદા ડેમના ૧૦ દરવાજા ખુલ્લા હોવાની જાણકારી પણ પ્રાપ્ત થઇ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, આજે તા. ૨૫ મી સપ્ટેમ્બરના રોજ સાંજે ૪:૦૦ વાગ્યાની પરિસ્થિતિએ નર્મદા ડેમમાં ૧,૯૧,૯૭૪ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૧,૫૯,૮૮૮ ક્યુસેક પાણીનો આઉટફ્લો નોંધાયો હતો. તા. ૯ મી ઓગષ્ટ, ૨૦૧૯ ના રોજ નર્મદા ડેમના દરવાજા સૌ પ્રથમ ખોલાયા ત્યારથી નર્મદા ડેમ સાઇટ ખાતે રિવર બેડ-ભૂગર્ભ જળ વિદ્યુત મથક ખાતે ૬ યુનિટ આજદિન સુધી સતત વિજ ઉત્પાદન કરી રહ્યા છે અને આજે તા. ૨૫ મી સપ્ટેમ્બર, ૨૦૧૯ ના રોજ સવારના ૮:૦૦ વાગ્યા સુધીના છેલ્લા ૨૪ કલાક દરમિયાન R.B.P.H -ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૯,૩૦૮ મેગાવોટ વિજ ઉત્પાદન થયું છે. જ્યારે C.H.P.H- કેનાલ હેડ પાવર હાઉસ ખાતે પણ ૫૦ મેગાવોટના યુનિટો મારફત છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ૫,૧૪૩ મેગાવોટનું વિજ ઉત્પાદન નોંધાયેલ છે.


Share

Related posts

વાઘોડિયા: માનવ હાડકાઓ પરથી દાખલ થયેલ આકસ્મિક મોતનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા વડોદરા ગ્રામ્ય પોલીસ….

ProudOfGujarat

ગોધરા: પવિત્ર અધિક માસ અને રમઝાન માસ નિમિત્તે જીલ્લા કોંગ્રેસ દ્વારા સદભાવના કાર્યક્રમ

ProudOfGujarat

ભરૂચ જી.એન.એફ.સી. નજીક કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!