રહીશોએ કલેકટરને આપ્યું આવેદનપત્ર વિકાસના કામો ન થતાં હવે જનતાને આંદોલન કરવાની ફરજ! દેશના નાગરિક રસ્તા જેવી બાબતે ભૂખ હડતાળ પર બેસી તંત્ર માટે કેટલું શરમજનક કહેવાય.
રાજપીપળા : આરીફ જી કુરેશી
રાજપીપળા જકાતનાકા થી વડીયા ગામ સુધીનો રસ્તો નહિ બનતા નાછૂટકે રહીશોએ ભૂખહડતાળનો સત્ર રમવાનો વારો આવ્યો છે.આ અંગે રહીશોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.
આવેદનમાં જણાવેલ હકીકત અનુસાર નર્મદા જિલ્લો એસપીરેશનલ ડિસ્ટ્રિક્ટ જાહેર થયેલ છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નર્મદા જિલ્લામાં આવેલ હોય ત્યારે નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળા માં જકાતનાકાથી વડિયા ગામ વચ્ચે આવે સોસાયટી ઉના રહીશો રસ્તા વગર ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ રોડ ની લંબાઈ ફક્ત 900 મીટર હોવા છતાં પણ રસ્તો ન બનતા રહીશો પરેશાન થઇ ગયા છે ત્યારે નાછૂટકે જનતાને આંદોલનનો આશરો લેવાની ફરજ પડી છે.
કલેકટરને રહીશોએ રજૂઆત કરતાં જણાવ્યું છે કે જકાતનાકા થી વડીયા ગામને જોડતો કાચો માર્ગ છે. જ્યાં લગભગ 7 -8 સોસાયટી આવેલ છે. આ સોસાયટીમાં આશરે 400 પરિવાર વસવાટ કરે છે. આ બધા રહીશું પાકો રસ્તો ન હોવાથી ગંભીર સમસ્યાઓ ભોગવી રહ્યા છે, અને તેના ગંભીર પરિણામો પણ જોવા મળી રહ્યા છે. બિસ્માર હાલતમાં આ કાચો રસ્તો ક્યારે કોનો ભોગ લેશે તે સમય જ બતાવશે. ચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે, તેમ જ બાળકો શાળાએ જઈ શકતા અભ્યાસ પર તેની અસર વર્તાઈ રહી છે.
આ રસ્તા બાબતે વારંવાર ઉચ્ચસ્તરે રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ન મળતાં તેમજ સોસાયટીના રહીશો ની તકલીફો જોવા સાંભળવા માં પણ ન આવતા અમે સૌ રહીશો પૂરા પરિવાર સાથે ભારતીય સંવિધાન અને આપેલા મૂળભૂત અધિકારની રૂએ તા. 21/ 9/ 2019 ને શનિવાર કલેકટર કચેરી રાજપીપળા ખાતે અચોક્કસ મુદતની ભૂખ હડતાળ પર બેસી અહિંસક રીતે આંદોલન કરે છે. તેમ તેમણે જણાવ્યું કે દેશના નાગરિક રસ્તા જેવી બાબતે ભૂખ હડતાળ પર બેસે તે તંત્ર માટે કેટલું શરમજનક કહેવાય.